________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૧૩૩
૫૨૭ પ્ર. અનિવૃત્તિક૨ણ કોને કહે છે ?
ઉ. જે કરણમાં ભિન્નસમયવર્તી જીવોના પરિણામ વિસદશ જ હોય, અને એક સમયવર્તી જીવોના પરિણામ સદશ જ હોય, તેને અનિવૃત્તિકરણ કહે છે. એ જ નવમું ગુણસ્થાન છે. એ ત્રણેય કરણોનાં પરિણામ પ્રતિસમય અનન્તગુણી વિશુદ્ધતા માટે થાય છે. ૫૨૮ પ્ર. અધઃકરણનું દૃષ્ટાન્ત શું છે?
ઉ. એક દેવદત્ત નામના રાજાને ૩૦૭૨ મનુષ્ય (જે ૧૬ કચેરીમાં બેઠેલા) સેવક છે. પહેલી કચેરીમાં ૧૬૨ મનુષ્ય છે, બીજીમાં ૧૬૬, ત્રીજીમાં ૧૭૦, ચોથીમાં ૧૭૪, પાંચમીમાં ૧૭૮, છઠ્ઠીમાં ૧૮૨, સાતમીમાં ૧૮૬, આઠમીમાં ૧૯૦, નવમીમાં ૧૯૪, દશમીમાં ૧૯૮, અગિયારમીમાં ૨૦૨, બારમીમાં ૨૦૬, તેરમીમાં ૨૧૦, ચૌદમીમાં ૨૧૪, પંદરમીમાં ૨૧૮, અને સોળમીમાં ૨૨૨ મનુષ્ય કામ કરે છે.
પહેલી કચેરીમાં ૧૬૨ મનુષ્યમાંથી પહેલા મનુષ્યનો પગાર રૂા. ૧, બીજાનો રૂા. ૨, ત્રીજાનો રૂા. ૩, એવી રીતે એક એક વધતા ૧૬૨ મા મનુષ્યનો પગાર ૧૬૨ છે.
બીજી કચેરીમાં ૧૬૬ મનુષ્યો કામ કરે છે, તેમાંથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com