________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર ]
[અધ્યાય : ૪ ઉ. આઠમું અપૂર્વકરણ, નવમું અનિવૃત્તિકરણ, દશમું સૂક્ષ્મસાપરાય, બારમું ક્ષીણમોહ એ ચાર ગુણસ્થાન છે. પ૨૪ પ્ર. ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિઓના ઉપશમાવવાને તથા ક્ષય કરવાને માટે આત્માના કયા પરિણામ નિમિત્ત કારણ છે?
ઉ. અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ ત્રણ નિમિત્ત કારણ છે. પ૨૫ પ્ર. અધ:કરણ કોને કહે છે?
ઉ. જે કરણમાં (પરિણામ સમૂહમાં) ઉપરિતનસમયવર્તી તથા અધતન સમયવર્તી જીવોના પરિણામ સદેશ તથા વિદેશ હોય, તેને અધ:કરણ કહે છે. તે અધ:કરણ સાતમાં ગુણસ્થાનમાં થાય છે. પ૨૬ પ્ર. અપૂર્વકરણ કોને કહે છે?
ઉ. જે કરણમાં ઉત્તરોતર અપૂર્વ અને અપૂર્વ પરિણામ થતાં જાય અર્થાત્ ભિન્નસમયવર્તી જીવોના પરિણામ સદાય વિદેશ જ હોય અને એક સમયવર્તી જીવોના પરિણામ સદેશ પણ હોય અને વિદેશ પણ હોય તેને અપૂર્વકરણ કહે છે, અને એ જ આઠમું ગુણસ્થાન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com