________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૧૩૧ ઉ. બે ભેદ છે. ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી. ૫૧૯ પ્ર. ઉપશમશ્રેણી કોને કહે છે?
ઉ. જેમાં ચારિત્રમોહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ કરાય, તેને ઉપશમશ્રેણી કહે છે. પ૨૦ પ્ર. ક્ષપકશ્રેણી કોને કહે છે?
ઉ. જેમાં ઉપરની ૨૧ પ્રકૃતિઓનો ક્ષય કરાય. પ૨૧ પ્ર. એ બને શ્રેણીઓમાં કયા કયા જીવ ચઢે છે?
ઉ. ક્ષાયિકસમ્યગ્દષ્ટિ તો બન્ને ય શ્રેણીએ ચઢે છે, અને દ્વિતીયોપશમસમ્યગ્દષ્ટિ ઉપશમશ્રેણીએ જ ચઢે છે, ક્ષપકશ્રેણી ચઢતો નથી. પર૨ પ્ર. ઉપશમશ્રેણીને કયા કયા ગુણસ્થાન છે?
ઉ. ઉપશમ શ્રેણીને ચાર ગુણસ્થાન છે. આઠમું અપૂર્વકરણ, નવમું અનિવૃત્તિકરણ, દશમું સૂક્ષ્મસાપરાય અને અગિયારમું ઉપશાંત મોહ છે. પ૨૩ પ્ર. ક્ષપક શ્રેણીને કયા કયા ગુણસ્થાન છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com