________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૧૨૯
ઉ. પાંચમા ગુણસ્થાનમાં ૧૪૭ પ્રકૃતિઓની સત્તા કહી છે, તેમાંથી બુચ્છિન્ન પ્રકૃતિ એક તિર્યગાયુને ઘટાડવાથી ૧૪૬ પ્રકૃતિઓની સત્તા રહે છે, પરંતુ ક્ષાયિકસમ્યગ્દષ્ટિને ૧૩૯ ની જ સત્તા છે.
૫૧૨ પ્ર. સાતમા અપ્રમત્તવિરત નામના ગુણસ્થાનનું સ્વરૂપ શું છે ?
ઉ. સંજ્વલન અને નોકષાયનો મંદ ઉદય થવાથી પ્રમાદરહિત સંયમભાવ થાય છે, તે કારણથી આ ગુણસ્થાનવર્તી મુનિને અપ્રમતવિરત કહે છે.
૫૧૩ પ્ર. અપ્રમત્તવિરતગુણસ્થાનના કેટલા ભેદ છે ?
ઉ. બે ભેદ છે:- સ્વસ્થાન અપ્રમત્તવિરત, અને સાતિશય અપ્રમત્તવિરત.
૫૧૪ પ્ર. સ્વસ્થાનઅપ્રમત્તવિરત કોને કહે છે ?
ઉ. જે હજારો વખત છઠ્ઠાથી સાતમામાં અને સાતમામાંથી છઠ્ઠા ગુણસ્થાનમાં આવે જાય, તેને સ્વસ્થાનઅપ્રમત્ત કહે છે.
૫૧૫ પ્ર. સાતિશય અપ્રમત્તવિરત કોને કહે છે ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com