________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૧૨૭
ઉ. ચોથા ગુણસ્થાનમાં જે ૧૦૪ પ્રકૃતિઓનો ઉદય કહ્યો છે, તેમાંથી વ્યચ્છિન્ન પ્રકૃતિ ૧૭ (અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ, દેવગતિ, દેવગત્યાનુપૂર્વી, દેવાયુ, નરકગતિ, નરકગત્યાનુપૂર્વી, નરકાયુ, વૈક્રિયકશરીર, વૈક્રિયિકઅંગોપાંગ, મનુષ્યગત્યાનુપૂર્વી, તિર્થગંત્યાનુપૂર્વી, દુર્ભગ, અન્નાદેય, અપયશસ્કીર્તિ) ને બાદ કરવાથી બાકી રહેલી ૮૭ પ્રકૃતિઓનો ઉદય છે.
૫૦૭ પ્ર. પાંચમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની સત્તા રહે છે ?
ઉ. ચોથા ગુણસ્થાનમાં જે ૧૪૮ ની સત્તા રહેવાનું કહ્યું છે, તેમાંથી વ્યચ્છિન્ન પ્રકૃતિ એક નરકાયુ વગ૨ ૧૪૭ પ્રકૃતિની સત્તા રહે છે, પરંતુ ક્ષાયિક સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ ૧૪૦ પ્રકૃતિની જ સત્તા રહે છે.
૫૦૮ પ્ર. છઠ્ઠા પ્રમત્તવિરત નામના ગુણસ્થાનનું સ્વરૂપ શું છે ? ઉ. સંજ્વલન અને નોકષાયના તીવ્ર ઉદયથી સંયમભાવ તથા મલજનક પ્રમાદ એ બન્ને ય એક સાથે થાય છે. (જો કે સંજ્વલન અને નોકષાયનો ઉદય ચારિત્ર ગુણનો વિરોધી છે, તથાપિ પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉપશમ થવાથી પ્રાદુર્ભૂત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com