________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૧૨૩
પરિણામ પણ પ્રાપ્ત થતું નથી. પરંતુ મળેલા દહીં ગોળના સ્વાદની માફક એક ભિન્ન જાતિનું મિશ્ર પરિણામ થાય છે, તેને મિશ્રગુણસ્થાન કહે છે.
૪૯૭ પ્ર. મિશ્ર ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે?
ઉ. બીજા ગુણસ્થાનમાં બંધ પ્રકૃતિ ૧૦૧ હતી, તેમાંથી બુચ્છિન્નપ્રકૃતિ પચ્ચીસને (અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, સ્ત્યાનગૃદ્ધિ, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા, દુર્ભાગ, દુઃસ્વર, અનાદેય, ન્યગ્રોધ સંસ્થાન, સ્વાતિ સંસ્થાન, કુબ્જક સંસ્થાન, વામન સંસ્થાન, વજ્રનારાચસંહનન,નારાચસંહનન, અનારાચ સંહનન, કીલિત સંહનન, અપ્રશસ્તવિહાયોગતિ, સ્ત્રીવેદ, નીચગોત્ર, તિર્થગૃતિ તિર્યગ્દત્યાનુપૂર્વી તિર્યગાયુ, અને ઉદ્યોત ) ને બાદ કરવાથી બાકી રહી ૭૬; પરંતુ આ ગુણસ્થાનમાં કોઈ પણ આયુર્મનો બંધ થતો નથી, તેથી ૭૬માંથી મનુષ્યાયુ અને દેવાયુએ બન્નેને બાદ કરવાથી ૭૪ પ્રકૃતિઓનો બંધ થાય છે. નરકાયુની તો પહેલા ગુણસ્થાનમાં અને તિર્યગાયુની બીજા ગુણસ્થાનમાં જ યુત્તિ થઈ ચૂકી છે. ૪૯૮ પ્ર. મિશ્રગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com