________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮ ]
[અધ્યાય : ૪ ૪૮૪ પ્ર. મિથ્યાત્વ ગુણસ્થાનનું સ્વરૂપ શું છે?
ઉ. મિથ્યાત્વ પ્રકૃત્તિના ઉદયથી અતત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ આત્માના પરિણામવિશેષને મિથ્યાત્વગુણસ્થાન કહે છે. આ મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહેવાવાળો જીવ વિપરીત શ્રદ્ધાન કરે છે અને સાચા ધર્મ તરફ તેની રુચિ (પ્રીતિ) હોતી નથી. જેમકે પિત્તજ્વરવાળા રોગીને દૂધ વગેરે રસ કડવા લાગે છે, તેવી જ રીતે, તેને પણ સત્યધર્મ સારો લાગતો નથી. ૪૮૫ પ્ર. મિથ્યાત્વ ગુણસ્થાનમાં કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થાય છે?
ઉ. કર્મની ૧૪૮ પ્રકૃતિઓમાંથી સ્પર્શાદિ ૨૦ પ્રકૃતિઓનો અભેદ વિવક્ષાથી સ્પર્શાદિક ચારમાં અને બંધન ૫, અને સંઘાત ૫ ની અભેદ વિવક્ષાથી પાંચે શરીરોમાં અંતરર્ભાવ થાય છે, તેથી ભેદ વિવક્ષાથી સર્વ ૧૪૮ અને અભેદ વિવક્ષાથી ૧રર પ્રકૃતિઓ છે. સમ્યુગ્મિથ્યાત્વ અને સમ્યફપ્રકૃતિ એ બે પ્રકૃતિઓનો બંધ થતો નથી કેમકે એ બન્ને પ્રકૃતિઓની સત્તા સમ્યકત્વ પરિણામોથી મિથ્યાત્વ પ્રકૃતિના ત્રણ ખંડ કરવાથી થાય છે, તેથી અનાદિ મિથ્યાદષ્ટિ જીવની બંધયોગ પ્રકૃતિ ૧૧૭ અને સત્ત્વયોગપ્રકૃતિ ૧૪૩ છે. મિથ્યાત્વ ગુણસ્થાનમાં તીર્થંકરપ્રકૃતિ, આહરક શરીર અને આહારક અંગોપાંગ એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com