________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૧૧૯ ત્રણ પ્રકૃતિઓનો બંધ થતો નથી; કેમકે એ ત્રણ પ્રકૃતિઓનો બંધ સમ્યગ્દષ્ટિઓને જ થાય છે, તેથી આ ગુણસ્થાનમાં ૧૨૦ માંથી ત્રણ ઘટાડવાથી ૧૧૭ પ્રકૃતિઓનો બંધ થાય છે. ૪૮૬ પ્ર. મિથ્યાત્વ ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે?
ઉ. મિથ્યાત્વ ગુણસ્થાનમાં, સમ્યફપ્રકૃતિ, સમ્યુગ્મિથ્યાત્વ પ્રકૃતિ, આહારક શરીર, આહારક અંગોપાંગ અને તીર્થંકર પ્રકૃતિ એ પાંચ પ્રકૃતિઓનો આ ગુણસ્થાનમાં ઉદય થતો નથી, તેથી ૧૨૨ પ્રકૃતિઓમાંથી પાંચ ઘટાડવાથી ૧૧૭ પ્રકૃતિઓનો ઉદય પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનમાં થાય છે. ૪૮૭ પ્ર. મિથ્યાત્વ ગુણસ્થાનમાં સત્તા(સત્વ) કેટલી પ્રકૃતિઓની રહે છે?
ઉ મિથ્યાત્વ ગુણસ્થાનમાં ૧૪૮ પ્રકૃતિઓની સત્તા રહે છે. ૪૮૮ પ્ર. સાસાદનગુણસ્થાન કોને કહે છે?
ઉ. પ્રથમોપશમ સમ્યકત્વના કાળમાં જ્યારે વધારેમાં વધારે ૬ આવલી અને ઓછામાં ઓછો ૧ સમય બાકી રહે, તે સમયમાં કોઈ એક અનંતાનુબંધી કષાયના ઉદયથી જેનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com