________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪ ]
[ અધ્યાય : ૪ સયોગકેવલી, ૧૪ અયોગકેવલી એ ચોદ ગુણસ્થાન છે. ૪૮૨ પ્ર. ગુણસ્થાનોનાં આ નામ પડવાનું કારણ શું છે?
ઉ. ગુણસ્થાનોનાં આ નામ પડવાનું કારણ મોહનીયકર્મ અને યોગ છે. ૪૮૩ પ્ર. કયા કયા ગુણસ્થાનનું કયું નિમિત્ત છે?
ઉ. આદિનાં ચાર ગુણસ્થાન તો દર્શનમોહનીય કર્મના નિમિત્તથી છે. પાંચમાં ગુણસ્થાનથી માંડીને બારમા ગુણસ્થાન પર્યત આઠ ગુણસ્થાન ચારિત્રમોહનીયકર્મના નિમિત્તથી છે. અને તેરમું અને ચૌદમું ગુણસ્થાન યોગોના નિમિત્તથી છે. ભાવાર્થ પહેલું મિથ્યાત્વગુણસ્થાન દર્શનમોહનીયકર્મના ઉદયથી થાય છે તેમાં આત્માના પરિણામ મિથ્યાત્વરૂપ થાય છે.
ચોથું ગુણસ્થાન દર્શનમોહનીયકર્મના ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમના નિમિત્તથી થાય છે. આ ગુણસ્થાનમાં આત્માના સમ્યગ્દર્શન પર્યાયનો પ્રાદુર્ભાવ થઈ જાય છે.
ત્રીજ ગુણસ્થાન સમ્યુગ્મિથ્યાત્વ (મિશ્ર) દર્શનમોહનીયકર્મના ઉદયથી સમ્યમિથ્યાત્વરૂપ થાય છે. આ ગુણસ્થાનમાં આત્માના પરિણામ સમ્મિથ્યાત્વ અથવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com