________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] ૪૬૨ પ્ર. વૈમાનિક દેવ કયાં રહે છે ? ઉ. ઊર્ધ્વલોકમાં.
૪૬૩ પ્ર. મનુષ્ય કયાં રહે છે ? ઉ. નરલોકમાં.
૪૬૪ પ્ર. લોકના કેટલા ભેદ છે ?
ઉ. ત્રણ છે:- ઊર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક.
૪૬૫ પ્ર. અધોલોક કોને કહે છે?
[ ૧૦૭
ઉ. મેરુપર્વતની નીચે સાત રજ્જુ અધોલોક છે.
૪૬૬ પ્ર. ઊર્ધ્વલોક કોને કહે છે ?
ઉ. મેરુના ઉપર લોકના અંતપર્યન્ત ઊર્ધ્વલોક છે. ૪૬૭ પ્ર. મધ્યલોક કોને કહે છે?
ઉ. એક લાખ ચાલીશ યોજન મેરુની ઊંચાઈની બરાબર મધ્ય લોક છે.
૪૬૮ પ્ર. મધ્યલોકનું વિશેષ સ્વરૂપ શું છે ?
ઉ. મધ્યલોકના અત્યંત મધ્યમાં એક લાખ યોજન લાંબો પહોળો ગોળ (થાળીની માફક) જમ્બુદ્વીપ છે. જમ્બુદ્રીપના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com