________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ ]
[ અધ્યાય : ૩ ૪૫૭ પ્ર. વિકલત્રય જીવ કયાં રહે છે?
ઉ. વિકલત્રયજીવ કર્મ ભૂમિ અને અંતના અર્ધદ્વીપ તથા અંતના સ્વયંભૂરમણ સમુદ્રમાં જ રહે છે. ૪૫૮ પ્ર. પંચેન્દ્રિય તિર્યંચ કયાં કયાં રહે છે?
ઉ. તિર્યક લોકમાં રહે છે, પરંતુ જલચર તિર્યંચ લવણ સમુદ્ર, કાલોદધિ સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્રના સિવાય અન્ય સમુદ્રોમાં નથી. ૪૫૯ પ્ર. નારકી જીવો કયાં રહે છે?
ઉ. નારકી જીવો અધોલોકની સાત પૃથિવીઓમાં (નરકોમાં) રહે છે. ૪૬) પ્ર. ભવનવાસી અને વ્યંતર દેવો કયાં રહે છે?
ઉ. પહેલી પૃથિવીના ખરભાગ અને પંકભાગમાં તથા તિર્યકલોકમાં રહે છે. ૪૬૧ પ્ર. જ્યોતિષ્ક દેવ કયાં રહે છે?
ઉ. પૃથિવીથી સાતસોનેવું યોજનની ઊંચાઈથી નવસો યોજનની ઊંચાઈ સુધી એટલે એકસોદશ યોજન આકાશમાં એક રાજામાત્ર તિર્ધક લોકમાં જ્યોતિષ્ક દેવ નિવાસ કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com