________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮ ]
[ અધ્યાય : ૩
મધ્યમાં એક લાખ યોજન ઊંચો સુમેરુ પર્વત છે, જેનું એક હજાર યોજન જમીનની અંદર મૂળ છે, ૯૯ હજાર યોજન પૃથિવીના ઉપર છે અને ચાલીશ યોજનની ઊંચી ચૂલિકા (ચોટી ) છે. જમ્મૂઢીપના મધ્યમાં પૂર્વ પશ્ચિમ તરફ લાંબા છ કુલાચલ પર્વત પડેલા છે, જેનાથી જમ્બુદ્વીપના સાત ખંડ થઈ ગયા છે. તે સાતે ખંડોનાં નામ આવી રીતે છે. ભરત, હૈમવત, હરિવર્ષ, વિદેહ, રમ્યક, ઔરણ્યવત, અને ઐરાવત. વિદેહક્ષેત્રમાં મેરુથી ઉત્તરદિશામાં ઉત્તરકુરુ અને દક્ષિણ દિશામાં દેવકુરુ છે. જમ્બુદ્વીપની ચારે બાજુએ ખાઈની માફક લપેટાયેલો બે લાખ યોજનનો પહોળો લવણ સમુદ્ર છે. લવણ સમુદ્રને ચારે તરફ્થી લપેટાયેલો ચાર લાખ યોજન પહોળો ઘાતકીખંડ દ્વીપ છે.
આ ઘાતકીખંડદ્વીપમાં બે મેરુ પર્વત છે. અને ક્ષેત્ર, કુલાચલાદિની સંપૂર્ણ રચના જમ્બુદ્વીપથી બમણી છે. ઘાતકી-ખંડને ચારે તરફ લપેટાયેલો આઠ લાખ યોજનનો પહોળો કાલોધિ સમુદ્ર છે. અને કાલોદધિ સમુદ્રને લપેટાયેલો સોળ લાખ યોજન પહોળો પુષ્કરદ્વીપ છે. પુષ્કરદ્વીપની મધ્યમાં કંકણના આકારે ગોળ અને પૃથિવી ૫૨ વિસ્તાર એક હજાર બાવીસ યોજન, મધ્યમાં સાતસો તેવીસ યોજન, ઉ૫૨ ચારસો ચોવીસ યોજન અને ઊંચો સત્તરસો એક્વીશ યોજન અને
૧. અહીં એક યોજન બે હજા૨ કોશનો જાણવો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com