________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૯૯
પાણિમુક્તાગતિમાં એક સમય, લાંગલિકામાં બે સમય અને ગોમૂત્રિકામાં ત્રણ સમય જીવ અનાહારક રહે છે.
૪૨૩ પ્ર. મોક્ષ જવાવાળા જીવને કઈ ગતિ થાય છે?
ઉ. ઋગતિ થાય છે. અને તે જીવ અનાહારક જ થાય છે.
૪૨૪ પ્ર. જન્મ કેટલા પ્રકારના હોય છે?
ઉ. ત્રણ પ્રકારના:- ઉપપાદજન્મ, ગર્ભજન્મ અને સમ્પૂર્ચ્છનજન્મ.
૪૨૫ પ્ર. ઉ૫પાદજન્મ કોને કહે છે ?
ઉ. જે જીવ દેવોની ઉપપાદ શય્યા તથા નારકીઓના યોનિસ્થાનમાં પહોંચતાં જ અંતર્મુહૂર્તમાં યુવાવસ્થાને પ્રાપ્ત થઈ જાય, તે જન્મને ઉપપાદ જન્મ કહે છે. ૪૨૬ પ્ર. ગર્ભજન્મ કોને કહે છે ?
ઉ. માતા પિતાના રજોવીર્યથી જેનું શરીર બને, તે જન્મને ગર્ભજન્મ કહે છે.
૪૨૭ પ્ર. સમ્મૂર્ચ્છનજન્મ કોને કહે છે ?
ઉ. માતા પિતાની અપેક્ષા વિના અહીં તહીંના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com