________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦)
ઇટોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદटीका- मोहाद-विद्यावेशवशादनादिकालं कर्मादिभावेनोपादाय सर्वे पुद्गलाः मया संसारिणा जीवेन वारंवार पूर्वमनुभूताः पश्चाच्च नीरसीकृत्य त्यक्ता; यतश्चैवं तत् उच्छिष्टेष्विव भोजनगन्धमाल्यादिषु स्वयं भुक्त्वा त्यक्तेषु यथा लोकस्य तथा मे सम्प्रति विज्ञस्य तत्त्वज्ञानपरिणतस्य तेषु फेलाकल्पेषु पुद्गलेषु का स्पृहा ? न कदाचिदपि। वत्स! त्वया मोक्षर्थिना निर्ममत्वं विचिंतनीयम्।
____ अत्राह शिष्यः। अथ कथं ते निबध्यन्त इति। अथेति प्रश्ने केन प्रकारेण पुद्गला जीवेन नियतमुपादीयन्त इत्यर्थः।
ટીકાઃ- મોહથી અર્થાત્ અવિદ્યાના આવેશવશ અનાદિકાલથી મેં સંસારી જીવે સર્વ પુદ્ગલોને કર્માદિભાવે ગ્રહણ કરીને વારંવાર પહેલાં ભોગવ્યાં અને પછી તેમને નીરસ કરીને છોડી દીધાં. જો એમ છે તો સ્વયં ભોગવીને છોડી દીધેલાં ઉચ્છિષ્ટ (એંઠા) જેવાં ભોજન, ગન્ધ, માલાદિમાં, જેમ લોકને ભોગવીને છોડી દીધેલા (પદાર્થોમાં) સ્પૃહા (ઇચ્છા) હોતી નથી, તેમ હવે તત્ત્વજ્ઞાનથી પરિણત વિજ્ઞ (જ્ઞાની) એવા મને તે ઉચ્છિષ્ટ (ભોગવીને છોડી દીધેલાં) જેવા પુદ્ગલોમાં શી સ્પૃહા હોય? કદાપિ ન હોય. વત્સ! તું મોક્ષાર્થી છે તો તારે નિર્મમત્વની ભાવના વિશેષ કરવી જોઈએ.
ભાવાર્થ- જ્ઞાની વિચારે છે કે જેમ કોઈ ભોજનાદિ પદાર્થોને સ્વયં ભોગવીને છોડી દે અને છોડી દીધેલા ઉચ્છિષ્ટ (એંઠા) પદાર્થોને ફરીથી ભોગવવા ઇચ્છે નહિ, તેમ અવિધાના સંસ્કારવશે અનાદિકાળથી અનેકવાર ભોગવીને છોડી દીધેલા પદાર્થોને હવેજ્ઞાની થયાથી - હું ભોગવવા ઇચ્છતો નથી અર્થાત તે ભોગો પ્રતિ હવે મને સ્પૃહી જ થતી નથી.
અહીં આચાર્ય “સર્વ પુદ્ગલોને મેં વારંવાર ભોગવ્યાં અને છોડી દીધાં” – એમ જે કહ્યું છે તે વ્યવહારનયનું કથન છે, કારણ કે જે પરદ્રવ્ય છે તે ગ્રહી શકાતું નથી તથા છોડી શકાતું નથી, એવો જ કોઈ તેનો (આત્માનો) પ્રાયોગિક (પર નિમિત્તથી થએલો) તેમ જ વૈઋસિક (સ્વાભાવિક) ગુણ છે. * ૩૦.
અહીં શિષ્ય કહે છે- “તે પુદ્ગલો કેવી રીતે બંધાય છે? અર્થાત્ કયા પ્રકારે પુદ્ગલો જીવ દ્વારા હંમેશા ગ્રહણ કરાય છે? એવો પ્રશ્ન છે; એવો અર્થ છે.
* જે દ્રવ્ય છે પર તેહને ન ગ્રહી ન છોડી શકાય છે, એવો જ તેનો ગુણ કો પ્રાયોગી ને વૈઋસિક છે.
(શ્રી સમયસાર ગુ. આવૃત્તિ ગાથા ૪૦૬ ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com