________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮ )
ઇષ્ટોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદतथा व्याधिर्वातादिदोषवैषम्यं मम नास्ति मूर्त्तसम्बन्धित्वाद्वातादीनां । यतश्चैवं ततः कस्मात् ज्वरादिविकारात् मम व्यथा स्यात्तथा बालाद्यवस्थो नाहमस्मि, ततः कथं बालाद्यवस्थाप्रभवैः दुखैरभिभूयेयअहमिति सामर्थ्यादत्र दृष्टव्यं । तर्हि क्व मृत्यु प्रभृतीनि स्युरित्याह-- एतानि मृत्युव्याधिबालादीनि पुद्गले मूर्त्ते देहादावेव सम्भवन्ति। मूर्तधर्मत्वादमूर्ते मयि तेषां नितरामसम्भवात्।
ભય-ભીતિ મને ક્યાંથી હોય? અર્થાત્ હું કોઈનાથી બીતો નથી એવો અર્થ છે; તથા વ્યાધિ અર્થાત્ વાતાદિ દોષની વિષમતા મને નથી, કારણ કે વાતાદિનો મૂર્ત પદાર્થ સાથે સંબંધ છે, તેથી જ્વરાદિ વિકારોથી મને વ્યથા (પીડા) કેમ હોય ? તથા હું બાલાદિ અવસ્થાવાળો નથી, તેથી બાલાદિ અવસ્થાઓથી ઉત્પન્ન થતાં દુઃખોથી હું કેવી રીતે ઘેરાઉં? (કેવી રીતે દુઃખી થાઉં?) એમ સામર્થ્યથી અહીં સમજવું.
પૂછે છે- ત્યારે મૃત્યુ વગેરે શામાં હોય છે? એ મૃત્યુ, વ્યાધિ, બાલાદિ (અવસ્થાઓ ) પુદ્ગલમાં એટલે મૂર્ત શરીરાદિમાં જ સંભવે છે. કારણ કે તેઓ મૂર્ત પદાર્થોના ધર્મો હોવાથી, અમૂર્ત એવા મારામાં તેમનો બિલકુલ સંભવ નથી.
ભાવાર્થ:- જે જીવને પોતાના ચિદાનંદ સ્વરૂપનો નિશ્ચય થઈ ગયો છે, તેને (સમ્યગ્દષ્ટિને ) દ્રવ્યપ્રાણના ત્યાગરૂપ મરણનો ભય હોતો નથી, કારણ કે તે નિઃશંક છે કે શરીરનો (પર્યાયદષ્ટિએ ) નાશ થાય છે, પરંતુ ચિત્શક્તિલક્ષણાત્મક જ્ઞાનદર્શનરૂપ ભાવપ્રાણનો કદી પણ નાશ થતો નથી. તેને મરણનો ભય નથી, તો મરણના કારણભૂત કૃષ્ણ સર્પાદિનો ક્યાંથી ભય હોય? ન જ હોય.
વળી તેને વાત-પિત્ત-કફની વિષમતાથી ( અસમાનતાથી ) ઉત્પન્ન થતા વ્યાધિઓનો પણ ડર હોતો નથી, કારણ કે તે જાણે છે કે તેમનો સંબંધ મૂર્ત પદાર્થો (શરીરાદિ) સાથે છે, આત્મા સાથે નથી; તેથી જ્વરાદિની પીડા તેને કેમ હોય? ન જ હોય.
વળી બાલ, વૃદ્ધાદિ અવસ્થાઓ પુદ્દગલની છે, આત્માની નથી; તેથી તે અવસ્થાઓથી ઉત્પન્ન થતાં દુ:ખોનું વેદન પણ તેને કેમ હોય ? ન જ હોય.
મૃત્યુ, વ્યાધિ તથા બાલ-વૃદ્ધાદિ અવસ્થાઓ પુદ્દગલ-મૂર્ત શરીરાદિમાં જ હોઈ શકે છે, કારણ કે તે બધા મૂર્તિમાન પુદ્દગલના ધર્મો છે. જીવ તો અમૂર્તિક ચેતન છે. તેમાં તે ધર્મો કદાપિ પણ હોઈ શકે નહિ. ૨૯.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com