________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
કહાન જૈનશાસ્ત્રમાળા )
ઇષ્ટોપદેશ
(૬૭
कथं ? केन भावनाप्रकारेण मया परिड्रियते । तदभिभवः कथं निवार्यत इत्यर्थः । स्वयमेव समाधत्ते
न मे मृत्युः कुतो भीति र्न मे व्याधिः कुतो व्यथा ।
नाहं बालो न वृद्धोऽहं न युवैतानि पुद्गले । । २९ ।।
टीका- न मे एकोऽहमित्यादिना निश्चितात्मस्वरूपस्य मृत्युः प्राणत्यागो नास्ति । चिच्छक्तिलक्षणभावप्राणानां कदाचिदपि त्यागाभावात् । यतश्च मे मरणं नास्ति । ततः कुतः कस्मात्मरणकारणात्कृष्णसर्पादेर्भीतिर्भयं ममस्यान्न कुतश्चिदपि बिभमीत्यर्थः।
વળી તે આવી રીતે વિચારે છેઃ
પુદ્દગલ (શીરાદિ મૂર્ત દ્રવ્ય) સાથે ખરેખર (જીવનો ) સંયોગ છે. તેની અપેક્ષાવાળાં મરણાદિ અને તેનાં દુઃખો કેવી રીતે દૂર કરી શકાય? પુદ્દગલ સાથે એટલે શરીર સાથે મૂર્તદ્રવ્ય સાથે - જીવનો સંબંધ આગમમાં સાંભળવામાં આવે છે. તેના કારણે એટલે પુદ્દગલના સંયોગનિમિત્તે જીવને મરણાદિ અર્થાત્ મરણ-રોગાદિ સંભવે છે. તેને જેમ મરણાદિ સંભવે છે, તેમ મરણાદિસંબંધી બાધાઓ (દુ:ખો ) પણ સંભવે છે; તો કેવી રીતે-કયા પ્રકારની ભાવનાથી મારે તે (દુઃખાદિ) પરિહરવાં ? અર્થાત્ તેનું આક્રમણ (હુમલો ) કેવી રીતે નિવારી શકાય ? એવો અર્થ છે.
સ્વયં જ તેનું સમાધાન કરે છેઃ
શ્લોક-૨૯
અન્વયાર્થ:- [મે મૃત્યુ: ન] મારું મરણ નથી, તો [ત: મીતિ: ] ડર કોનો ? [ મે વ્યાધિ: ન] મને વ્યાધિ નથી તો [ વ્યથા છુત: ] પીડા કેવી ? [અહં ન વાત: ] હું બાલક નથી, [ અહં ન વૃદ્ધ: ] હું વૃદ્ધ નથી, [અહં ન યુવા] હું યુવાન નથી. [તાન] એ (સર્વ અવસ્થાઓ ) [ પુદ્દાને સન્તિ ] પુદ્દગલની છે.
ટીકા:- ‘પ્રોડ્યું' ઇત્યાદિથી જેનું આત્મસ્વરૂપ નિશ્ચિત થયું છે એવા મને મરણ એટલે પ્રાણત્યાગ નથી, કારણ કે, ચિત્રશક્તિરૂપ ભાવપ્રાણોનો કદી પણ ત્યાગ (નાશ) હોતો નથી, કારણ કે મારું મ૨ણ નથી, તેથી મરણના કારણભૂત કાળા નાગ આદિનો
કયાં ભીતિ જ્યાં અમર હું, ક્યાં પીડા વણ રોગ ?
બાલ, યુવા, નહિ વૃદ્ધ હું, એ સહુ પુદ્ગલ જોગ. ૨૯. Please inform us of any errors on rajesh@Atma Dharma.com