________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
કહાન જૈનશાસ્ત્રમાળા )
ઇષ્ટોપદેશ
अथाह शिष्यः। कथं नु तदिति । निर्ममत्वविचिंतनोपायप्रश्नोऽयं । अथ गुरुस्तत्प्रक्रियां मम विज्ञस्य का स्पृहेति यावदुपदिशतिएकोऽहं निर्ममः शुद्धो ज्ञानी योगीन्द्रगोचरः ।
बाह्याः संयोगजा भावा मत्तः सर्वेऽपि सर्वथा ।। २७ ।।
(૬૩
ભાવાર્થ:- જ્યારે સ્ત્રી-પુત્રાદિ મારાં અને હું તેમનો એવા મમકારરૂપ વિભાવ પરિણામોથી જીવ પરિણમે છે, ત્યારે રાગ-દ્વેષરૂપ પરિણતિના નિમિત્તે શુભાશુભ કર્મનો બંધ થાય છે, કિન્તુ જ્યારે સ્ત્રી, પુત્રાદિ પદાર્થોમાં મારાપણાની કલ્પના છોડી દે છે', ત્યારે નિર્મમ પરિણામોથી શુભાશુભ કર્મનો બંધ થતો નથી. માટે નિર્મમત્વનું જ ચિંતવન કરવું જોઈએ.
જે સમયે ઉપયોગ વિભાવ ભાવોથી એકરૂપ થાય છે, તે સમયે રાગ-દ્વેષ સાથે એકતાબુદ્ધિથી પરિણામરૂપ અધ્યવસાનભાવથી બંધ થાય છે. રાગાદિથી એકતારૂપ ઉપયોગ જ કર્મબંધનું કારણ છે, પરંતુ રાગાદિથી એકાતારહિત ઉપયોગ બંધનું કારણ નથી- તે કર્મ– મુક્તિનું કારણ છે.
જે ૫૨ને ૫૨ અને આત્માને આત્મા માની રાગી-દ્વેષી થતો નથી અને પ૨ પદાર્થોમાં સુખ-દુઃખની કલ્પના કરતો નથી, પરંતુ તે પ્રત્યે સમભાવી રહે છે, તે કર્મોથી છૂટે છે અને પરમાત્મા બને છે.
‘રાગી કર્મથી બંધાય છે અને વિરાગી કર્મથી છૂટે છે' એવો જિનેન્દ્ર ભગવાનનો બંધ-મોક્ષનો સંક્ષેપમાં ઉપદેશ છે.
૫૨ દ્રવ્ય મારું નથી' એવું પરિણમન જ્યારે થાય છે, ત્યારે તે પરમ ઉદાસીનતારૂપ પરિણમે અને તેનું ફલ ત્રણ લોકના જીવો જેને પોતાનો સ્વામી માને તેવું પદ તે પ્રાસ કરે છે.
જ્યારે ૫૨ ભાવથી રહિત થઈ મુક્ત થાય, ત્યારે નથી પ્રવૃત્તિ કે નથી નિવૃત્તિ, કેવલ શુદ્ધસ્વરૂપ જ છે. ૨૬.
હવે શિષ્ય કહે છે- તે (નિર્મમત્વ ) કેવી રીતે હોય ? ‘નિર્મમત્વનું ચિંતવન કરવાના ઉપાયનો ' આ પ્રશ્ન છે.
હવે ગુરુ તેની (ઉપાયની ) પ્રક્રિયાને ‘yoો........ શ્લોક ૨૭થી લઈ‘મન વિજ્ઞસ્ય । સ્પૃહા’- શ્લોક ૩૦ સુધીના શ્લોકોદ્વારા ઉપદેશ છે.
નિર્મમ એક વિશુદ્ધ હું, જ્ઞાની યોગી-ગમ્ય,
સંયોગી ભાવો બધા, મુજથી બાહ્ય અરમ્ય. ૨૭. Please inform us of any errors on rajesh@Atma Dharma.com