________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઇબ્દોપદેશ
(૩૯ तर्हि यथेष्टं भुक्त्वा तृप्तेषु तेषु तृष्णासंतापः शाम्यतीति सेव्यास्ते इत्याह। अंते सुदुस्त्यजान भुक्तिप्रांते त्यक्तुमशक्यान्। सुभक्तेष्वपि तेषु मनोव्यतिषंगस्य दुर्निवारत्वात्। ૩$ -[ શ્રી રામવાવ્ય]
“दहनस्तृणकाष्ठसंचयैरपि तृप्येदुदधिर्नदीशतैः।
नतु कामसुखैः पुमानहो बलवत्ता खलु कापि कर्मणः।। अपि च- किमपीदं विषमयं विपमतिविषमं पुमानयं येन।
प्रसभमनुभूय मनो भवे भवे नैव चेतयते।।"
આ ફલ છે, આ ક્રિયા છે, આ કરણ છે, આ ક્રમ છે, આ વ્યય (હાનિ ખર્ચ) છે, આ આનુષંગિક (ભોગોને અનુસરતું ) ફલ છે, આ મારી દશા છે, આ મિત્ર છે, આ શત્રુ છે, આ દેશ છે, આ કાલ છે- એ સર્વ વાતો ઉપર પૂરો ખ્યાલ રાખી બુદ્ધિમાન્ પુરુષ પ્રયત્ન કરે છે, પરંતુ બીજો કોઈ મૂર્ખ) તેમ કરતો નથી.”
આચાર્ય ફરીથી કહે છે- “ચર્થક્ષેતવવિઘમિતિ' .
ભાવાર્થ- આદિ, મધ્ય અને અંતમાં ભોગપભોગ કલેશ, તૃષ્ણા અને આસક્તિનું કારણભૂત છે. ભોગ્ય વસ્તુઓને પ્રાપ્ત કરવામાં કૃષિ નોકરી આદિ કારણોથી આરંભમાં શરીર, ઇન્દ્રિયો અને મન સંબંધી કલેશ થાય છે- અત્યંત કષ્ટ પડે છે. જ્યારે ભોગ્ય વસ્તુઓ મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે, ત્યારે તેને ભોગવવા છતાં તૃપ્તિ થતી નથી, ફરી ફરી તે ભોગવવાની ઇચ્છા થાય છે અને તેથી ચિત્ત વ્યાકુલ રહે છે. અતૃતિવશ તેને (ભોગોને) છોડવાનો ભાવ થતો નથી.
જેમ અગ્નિમાં ગમે તેટલાં કાષ્ઠ-તૃણ નાખો, તોપણ તે તૃપ્ત થતી નથી અને સમુદ્ર સંકડો નદીઓના પાણીથી પણ તૃપ્ત થતો નથી, તેમ મનુષ્યની તૃષ્ણા અનેક ભોગોથી પણ કદી તૃપ્ત થતી નથી, કિન્તુ વધતી જાય છે.
કલેશજનક, અતૃતિકારક અને આસક્તિને લીધે છોડવા મુશ્કેલ-એવા ભોગોને કોણ બુદ્ધિમાન પુરુષ સેવશે? અર્થાત્ કોઈ બુદ્ધિમાન સેવશે નહિ.
અહીં શિષ્યનો પ્રશ્ન છે કે જો ભોગો ભોગવવાનો ભાવ અહિતકર હોય અને તે સેવવા યોગ્ય નથી- એવો જો તમારો ઉપદેશ હોય તો ભારત જેવા જ્ઞાની પુરુષોને પણ ભોગો ભોગવતા સાંભળવામાં આવ્યા છે. તો આ વાત આપના ઉપદેશ સાથે અસંગત ઠરે છે (–બંધ બેસતી નથી). તેનું કેમ ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com