________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઇષ્ટોપદેશ
(૧૯ लक्षणेन प्रकारेण स्वस्वभावादन्यो भिन्नः स्वभावो येषां तानि। किं किमित्याह-वपुः शरीरं तावदचेतनत्वादिस्वभावं प्रसिद्धमस्ति। एवं गृहं धनं दारा भार्याः पुत्राः आत्मजाः मित्राणि सुहृदः शत्रवोऽमित्राः।
अत्रहितवर्गमुद्दिश्य दृष्टान्तः।'
अत्रैतेषु वपुरादिषु मध्ये हितानामुपकारकाणां दारादीनां वर्गो गणस्तमुदिश्य विषयीकृत्य दृष्टान्त उदाहरणं प्रदर्श्यते। अस्माभिरिति शेषः। तद्यथा
( શિષ્ય) પૂછે છે- કેવા પ્રકારની વસ્તુઓને પોતાની માને છે? સર્વથા (સર્વ પ્રકારે) અન્ય ( ભિન્ન ) સ્વભાવવાળી (વસ્તુઓને ) અર્થાત્ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવરૂપ સર્વ પ્રકારે સ્વસ્વભાવથી અન્ય એટલે ભિન્ન જેનો સ્વભાવ છે તેવી (વસ્તુઓને). વળી પૂછયું, “કઈ કઈ (વસ્તુઓ)?” પ્રથમ તો વપુ એટલે શરીર જે અચેતનત્વાદિ સ્વભાવવાળું પ્રસિદ્ધ છે તે, તેમજ ઘર, ધન, દારા, સ્ત્રી (ભાર્યા), પુત્રો (આત્મજો ), મિત્રો (સુહૃદો) અને શત્રુઓ (અમિત્રો) વગેરે.
ભાવાર્થ- સ્વ-પરના ભેદવિજ્ઞાનથી રહિત મૂઢ જીવો, દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવરૂપે આત્મસ્વભાવથી સર્વથા ભિન્ન સ્વભાવવાળાં જે શરીર, ઘર, ધન, સ્ત્રી, પુત્ર, મિત્ર આદિ પદાર્થો છે તેમને સ્વ તથા આત્મીય (સ્વીય) – પોતાનાં માને છે.
અસદભૂત વ્યવહારનયે આ બધાં, જીવનાં કહેવામાં આવે છે એટલે કે એ બધાનો સંયોગ જીવને છે ખરો, પણ તે જીવથી સર્વથા ભિન્ન છે; તે દર્શાવવા માટે પ્રસ્તુત મૂળ ગાથામાં તેમ જ ટીકામાં સર્વથા શબ્દ વાપર્યો છે.
આ રીતે મૂઢ જીવો પોતાના આત્મસ્વભાવથી સર્વથા ભિન્ન સ્વભાવવાળા પદાર્થોમાં આત્મબુદ્ધિ અને આત્મીયબુદ્ધિ કરી દુઃખી થાય છે. સમાધિતંત્ર- શ્લોક પ૬માં પણ કહ્યું છે કે
अनात्मीयात्मभूतेषु ममाहमिति जाग्रति। અજ્ઞાની જીવ, આનાત્મીયભૂત એટલે આત્મીય નહિ એવાં સ્ત્રી-પુત્રાદિકમાં, “એ મારાં છે' અને અનાત્મભૂત એટલે આત્મભૂત નહિ એવા શરીરાદિકમાં, “એ હું છું' એવો અધ્યવસાય (વિપરીત માન્યતા) કરે છે. ૮
અહીં હિતવર્ગને ઉદેશીને દષ્ટાન્ત છે.
અહીં એટલે શરીરાદિ મધ્યે જે હિતકારક એટલે ઉપકારક સ્ત્રી આદિનો વર્ગ એટલે ગણ (સમૂહ) છે તેમને ઉદ્દેશીને એટલે તેમને વિષય કરીને (તે કેવાં છે તે સમજાવવા માટે ) અમે દૃષ્ટાન્ત એટલે ઉદાહરણ આપીએ છીએ. તે આ પ્રમાણે છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com