________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાન જૈનશાસ્ત્રમાળા)
ઇષ્ટોપદેશ टीका- वरं भवतु। किंतत्पदं-स्थानं। किं विशिष्टं ? दैवं-देवानामिदं दैवं, स्वर्ग: कैर्हेतुभिव्रतैव्रतादिविषयरागजनितपुण्यैः तेषां स्वर्गादिपदाभ्युदयनिबंधत्वेन सकलजन सुप्रसिद्धत्वात्। तयऽव्रतान्यपि तथाविधानि भविष्यंतीत्याशंक्याह-नेत्यादि। न वरं भवति। किंतत् ? पदं, किं विशिष्टं ? नारकं-नरकसंबंधि। कैः? अव्रतैः हिंसादि परिणामजनितपातकैः, वतेतिखेदे कष्टे वा। तर्हि व्रताव्रतनिमित्तयोरपि देवनारकपक्षयोः साम्यं भविष्यतीत्याशंकायां तयोर्महदंतरमिति दृष्टान्तेन प्रकटयन्नाह
___ छायेत्यादि भवति। कोऽसौ, भेदः अन्तरं। किं विशिष्टो ? महान् बृहत्। कयोः, पथिकयोः। किं कुर्वतो: ? स्वकार्यवशान्नगरांतर्गतं तृतीयं स्वसार्थिकमागच्छंतं पथि प्रतिपालयतोः प्रतीक्षमाणयोः। किं विशिष्टयोः सतो: तयोः छायातपस्थयोः छाया च आतपश्च छायातपौ तयोः स्थितयोः। अयमों यथैव छायास्थितस्तृतीयागमनकालं यावत्सुखेन तिष्ठति आतपस्थितश्च दुःखेन तिष्ठति तथा व्रतादि कुर्वन् स आत्मा जीव: सुद्रव्यादयो मुक्तिहेतवो यावत्संपद्यन्ते तावत्स्वर्गादिपदेषु सुखेन तिष्ठति अन्यश्च नरकादिपदेषु दुःखेनेति।
ટીકા - સારું હો. શું તે (સારું હો)? પદ સ્થાન. કેવું (પદ) ? દેવોનું પદ અર્થાત્ સ્વર્ગ. કયા હેતુઓ દ્વારા? વ્રતો દ્વારા, કારણકે વ્રતાદિ વિષય સંબંધી રાગથી ઉત્પન્ન પુણ્યોથી સ્વર્ગાદિપદરૂપ અભ્યદયનો સંબંધ હોય છે જે સકલ જનોમાં સુપ્રસિદ્ધ છે.
ત્યારે શિષ્ય આશંકા કરી કહ્યું, “અવ્રતો પણ તેવા પ્રકારનાં હશે?”
“ના, ઇત્યાદિ.” તે સારું નથી. શું તે? પદ, કેવું (પદ)? નરક સંબંધી (પદ) શા વડે ( પ્રાપ્ત થયેલું છે ? અવ્રતોથી અર્થાત્ હિંસાદિ પરિણામથી ઉત્પન્ન થયેલા પાપો વડે (પ્રાપ્ત થયેલું) (“વત' શબ્દ ખેદ-કષ્ટના અર્થમાં છે ) “અરે! તો વ્રત અને અવ્રત જેનું નિમિત્ત છે તેવાં દેવ અને નારક એ બે પક્ષોમાં સમાનતા આવશે.” એવી ( શિષ્યની) આશંકા થતાં “તે બંનેમાં મહાત્ તફાવત છે,” એમ છાયા ઇત્યાદિ દષ્ટાન્ત દ્વારા પ્રગટ કરી (આચાર્ય) કહે છેકોણ છે? ભેદ-અન્તર. કેવો? મહાનુ-મોટો. કોણ બેઉ વચ્ચે ? બે પથિકો વચ્ચે. શું કરતા ? પોતાના કાર્યના અંગે નગરમાં ગએલા અને ત્યાંથી પાછા આવતા પોતાના ત્રીજા સાથીની માર્ગમાં પ્રતીક્ષા કરતા- રાહુ જોતા. તે બન્ને કેવા હોઈ ? છાયા અને તાપમાં બેઠેલા હોઈ. (છાયા અને આતપ-તે છાયાતપ, તેમાં બેઠેલા). એનો અર્થ આ પ્રમાણે છે:- ત્રીજા (સાથીના) આગમનકાલ સુધી, જેમ છાયામાં બેઠેલો (પથિક ) સુખેથી બેસે છે અને તાપમાં બેઠેલો (પથિક ) દુ:ખથી બેસે છે, તેમ જ્યાં સુધી સુદ્રવ્યાદિ મુક્તિનાં કારણો પ્રાપ્ત થાય, ત્યાં સુધી વ્રતાદિ આચરણ કરનાર તે આત્મા-જીવ સ્વર્ગાદિ સ્થાનોમાં સુખથી રહે છે અને બીજો (અવ્રતાદિ આચરનાર) નરકાદિ સ્થાનોમાં દુઃખથી રહે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com