________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪) ઇબ્દોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદटीका- इत्यनेन प्रकारेण इष्टोपदेशं, इष्टं सुखं तत्कारणत्वान्मोक्षस्तदुपायत्वाञ्च स्वात्मध्यानं उपदिश्यते यथावत्प्रत्तिपाद्यते अनेनास्मिन्निति वा इष्टोपदेशो नाम ग्रन्थस्तं सम्यग् व्यवहारनिश्चयाभ्यामधीत्य पठित्वा चिंतयित्वा च धीमान् हिताहितपरीक्षादक्षो भव्योऽनन्तज्ञानाद्याविर्भावयोग्यो जीवः मुक्तिश्रियमतज्ञानादिसम्पदं निरूपमामनौपम्यां प्राप्नोति। किं कुर्वन् ? मुक्ताग्रहो वर्जितबहिरर्थाभिनिवेशः सन् सजने ग्रामादौ वने वाऽरण्ये विनिवसन् विधिपूर्वकं तिष्ठन्। किं कृत्वा ? वितन्य विशेषेण विस्तार्य। कां ? माने महत्वाधाने अपमाने च महत्वखण्डने समतां रागद्वेषयोरभावं। कस्माद्वैतो: ? स्वमतात् इष्टोपदेशाध्ययनचिंतनजनिता-दात्मज्ञानात्। $ [ સમાધિત→]
" यदा मोहात्प्रजायेते रागद्वेषौ तपस्विनः। तदैव भावयेत्स्वस्थमात्मानं साम्यतः क्षणात्"।।३९ ।।
ટીકા- ઇતિ એ પ્રકારે “ઇબ્દોપદેશ' –અર્થાત્ ઇષ્ટ એટલે સુખ તેનું કારણ મોક્ષ અને તેના ઉપાયરૂપ સ્વાત્માનું ધ્યાન તેનો જેમાં વા જેવડે યથાવત્ ઉપદેશ કરવામાં આવ્યો છે-તેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે “ઇબ્દોપદેશ” નામનો ગ્રન્થ છે.
તેનો સમ્યક પ્રકારે એટલે વ્યવહાર-નિશ્ચય દ્વારા અભ્યાસ કરીને પઠન કરીનેચિંતન કરીને, ધીમાન એટલે હિત-અહિતની પરીક્ષા કરવામાં નિપુણ –એવો ભવ્ય અર્થાત્ અનંતજ્ઞાનાદિ પ્રગટ કરી શકે તેવી યોગ્યતાવાળો જીવ, ઉપમારહિત, અર્થાત્ અનુપમ અનંતજ્ઞાનાદિ સંપદારૂપ મુક્તિ લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. શું કરીને? આગ્રહ છોડી દઈને અર્થાત્ બાહ્ય પદાર્થોમાં અભિનિવેશ ( વિપરીત માન્યતા) છોડી દઇને, ગ્રામાદિમાં વા વનમાં નિવાસ કરતો થકો અર્થાત્ વિધિપૂર્વક રહેતો થકો, (તે મોક્ષલક્ષ્મીને પ્રાપ્ત કરે છે).
શું કરીને? વિશેષપણે વિસ્તારીને-ફેલાવીને. શું ( વિસ્તારી) ? માનમાં એટલે મહત્તાપ્રાપ્તિમાં અને અપમાનમાં એટલે મહત્ત્વના ખંડનમાં (માન-ભંગમાં) રાગ-દ્વેષના અભાવરૂપ સમતાને (વિસ્તારીને ) – (માન-અપમાનના પ્રસંગે સમતાભાવ રાખીને );
ક્યા કારણથી? સ્વમતથી એટલે ઇષ્ટોપદેશના અધ્યયન અને ચિંતનથી ઉત્પન્ન થયેલા આત્મજ્ઞાનથી- (માન-અપમાન પ્રસંગે સમતાભાવ રાખી. મુક્તિ-લક્ષ્મી પ્રાપ્ત કરે છે. ) .
સમથતંત્ર' શ્લોક ૩૯માં કહ્યું છે કે -
“જ્યારે તપસ્વીને મોહના કારણે રાગ-દ્વેષ ઉત્પન્ન થાય ત્યારે જ તેણે પોતાનામાં સ્થિત (પરમ શુદ્ધ ) આત્માની ભાવના કરવી, જેથી ક્ષણવારમાં રાગ-દ્વેષ શાંત થઈ જશે.”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com