________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાન જૈનશાસ્ત્રમાળા )
यस्मादेवं तस्मात्
ઇષ્ટોપદેશ
( ૧૦૧
अविद्याभिदुरं ज्योतिः परं ज्ञानमयं महत् ।
तत्प्रष्टव्यं तदेष्टव्यं तद्द्रष्टव्यं मुमुक्षुभीः ।। ४९ ।।
विभ्रमच्छेदकं
टीका- तदानंदस्वभावं ज्ञानमयं स्वार्थावभासात्मकं परमुत्कृष्टमविद्याभिदुरं महत् विपुलं इन्द्रादीनां पूज्य वा ज्योतिः मुमुक्षुभीर्गुर्वादिभ्योऽनुयोक्तव्यं । तथा तदेव एष्टव्यं अभिलषणीयं तदेव च द्रष्टव्यमनुभवनीयं।
એમ છે તેથી.
प्रष्टव्यं
શ્લોક-૪૯
અન્વયાર્થ:- [ અવિદ્યાભિપુર] અવિદ્યાને દૂર કરવાવાળી [મહત્ પરં] મહાન ઉત્કૃષ્ટ [ જ્ઞાનમયં જ્યોતિ: ] જ્ઞાનમય જ્યોતિ છે; [મુમુક્ષુમિ: ] મુમુક્ષુઓએ [તત્ પ્રણવ્યું] તેના વિષયમાં પૂછ્યું જોઈએ, [તત્ પૃષ્ટવં] તેની વાંચ્છા કરવી જોઈએ અને [તદ્રવ્યમ્] તેનો અનુભવ કરવો જોઈએ.
ટીકા:- તે આનંદ-સ્વભાવી, જ્ઞાનમયી, સ્વાર્થને પ્રકાશવાવાળી, મહાન ઉત્કૃષ્ટ, અવિદ્યાને દૂર કરવાવાળી, વિભ્રમને નાશ કરવાવાળી, મહાવિપુલ, ઇન્દ્રાદિને પૂજનીય-એવી જ્યોતિ છે, મુમુક્ષુઓએ તે વિષયમાં ગુરુઆદિ પાસેથી પૂછતાછ કરી લેવી જોઈએ, તેની જ અભિલાષા કરવી જોઈએ અને તેનો જ અનુભવ કરવો જોઈએ.
ભાવાર્થ:- જ્ઞાનમય જ્યોતિ અજ્ઞાન-વિનાશક છે, સ્વ-૫૨પ્રકાશક છે, ઉત્કૃષ્ટ છે અને ઇન્દ્રોને પણ પૂજ્ય છે. માટે મોક્ષના અભિલાષી જીવોએ પ્રતિસમય તેનો જ વિચાર કરવો, તે સંબંધી જ ગુરુ વગેરેને પૂછતાછ કરવી, નિરંતર તેની જ અભિલાષા કરવી અને તેનો જ અનુભવ કરવો.
* तद् ब्रूयात्तत्परान् पृच्छेत्तदिच्छेत्तत्परो भवेत्। येनाऽविद्यामयं रूपं त्यक्तवा विद्यामयं व्रजेत् ।। ५३ ।। જ્ઞાનમયી જ્યોતિર્મહા, વિભ્રમ નાશક જેહ, પૂછે, ચાહે, અનુભવે, આત્માર્થી જન તેહ. ૪૯.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
સમાધિતંત્ર શ્લોક ૫૩માં કહ્યું છે કેઃ
‘યોગીએ આત્મજ્યોતિની જ વાત કરવી બીજાઓને તે સંબંધી જ પૂછવું, તેની જ ઈચ્છા કરવી અને તેમાં જ લીન થવું, જેથી તે અવિધાનો ત્યાગ કરી જ્ઞાનમય સ્વભાવ પ્રાસ કરે.' ૪૯