________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
કહાન જૈનશાસ્ત્રમાળા )
ટીહા
ઇષ્ટોપદેશ
( ૯૯
आत्मनोऽनुष्ठानं
तत्परस्य
देहादेर्व्यावर्त्य स्वात्मन्येवावस्थापनं व्यवहारात्प्रवृत्तिनिवृत्तिलक्षणाद्बहिःस्थितेः बाह्यस्य योगिनो ध्यातुर्योगेन स्वात्मध्यानेन हेतुना कश्चिद् वाचागोचरः परमोऽनन्यसभवी आनन्दः उत्पद्यते।
तत्कार्यमुच्यते
શ્લોક-૪૭
અન્વયાર્થ:- [ આત્માનુષ્ઠાનનિષ્ઠસ્ય] આત્મસ્વરૂપમાં સ્થિત થયેલા ( લીન થયેલા ) [ વ્યવહારવહિ:સ્થિતે: ] તથા વ્યવહારથી દૂર (બહાર ) રહેલા [ યોશિન: ] યોગીને [યોગેન] યોગથી (આત્મ-ધ્યાનથી ) [શ્ચિત્ પરમાનન્દ્ર: ] કોઈ અનિવર્ચનીય પરમ આનંદ [ નાયતે] ઉત્પન્ન થાય છે.
ટીકાઃ- આત્માનું અનુષ્ઠાન એટલે દેહાદિથી હઠીને પોતાના આત્મામાં જ અવસ્થાપન (નક્કી સ્થિત રહેવું તે) -તેમાં તત્પર રહેલા તથા પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ વ્યવહારથી બહાર (દૂર) રહેલા ધ્યાન કરનાર યોગીને, યોગથી એટલે પોતાના આત્માના ધ્યાનથી કોઈક વાણી અગોચર તથા અન્યને ન સંભવી શકે તેઓ પ૨મ આનંદ ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ:- શારીરિક બાહ્ય પદાર્થો તરફનું વલણ (ઝુકાવ ) હઠાવી તથા પ્રવૃત્તિનિવૃત્તિરૂપ વ્યવહા૨થી દૂર રહી, જ્યારે યોગી સ્વ-સ્વરૂપમાં લીન થાય છે, ત્યારે આત્મધ્યાનથી તેને કોઈ અનિર્વચનીય પરમ આનંદ આવે છે.
શ્રી દેવસેનાચાર્યે ‘તત્ત્વસાર ' -શ્લોક* પૃ. ૫૮માં કહ્યું છે કેઃ
‘રાગ-દ્વેષરૂપ ઉભય ભાવ (પરિણામ ) વિનષ્ટ થતાં તથા યોગશક્તિદ્વારા પોતાના વિશુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થતાં, યોગીને યોગશક્તિ દ્વારા પરમ આનંદની પ્રાપ્તિ થાય છે.’
વાસ્તવમાં રાગ-દ્વેષનો અભાવ તે જ પરમ આનંદની પ્રાપ્તિનું મૂલ કારણ છે. ૪૭ તેનું (આનંદનું ) કાર્ય કહે છેઃ
*
उमयविणट्ठे णिय उवलद्वे सुसुद्ध ससरुवे ।
विलसइ परमाणंदो जोइणं जोयसत्तीए । । ५८ । ।
Please inform us of any errors on rajesh@Atma Dharma.com