________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮).
ઈબ્દોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદअथाह शिष्यः- स्वरूपपरस्य किं भवतीति सुगमं। गुरुराह
आत्मानुष्ठाननिष्ठस्य व्यवहारबहिःस्थितेः। जायते परमानन्दः कश्चिद्योगेन योगिनः।।४७।।
ભાવાર્થ:- અજ્ઞાની જીવ શરીરાદિક પુદ્ગલને આત્મસ્વરૂપ અને આત્માનું માને છે, તેથી પુદ્ગલ-દ્રવ્ય ચાર ગતિઓમાં આત્મા સાથેનો સંબંધ છોડતું નથી. તે સાથે ને સાથે જ રહે છે.
શરીરાદિક પુદગલ દ્રવ્ય અચેતન છે. તે આત્માથી સર્વથા ભિન્ન છે. તેની સાથેની એકતા સર્વથા હેય છે, પરંતુ અજ્ઞાની મિથ્યાદષ્ટિ જીવને હેય-ઉપાદેયનો વિવેક નહિ હોવાથી તે આત્માથી ભિન્ન પદાર્થોમાં આત્મબુદ્ધિ કરે છે, અર્થાત તેમને આત્મસ્વરૂપ માને છે. તેમની અનુકૂલ-પ્રતિકૂલરૂપ પરિણતિ જોઈ તે રાગ-દ્વેષ કરે છે અને રાગદ્વેષજનિત આસ્રવ-બંધથી તેને નરકાદિ ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ થાય છે. એ રીતે જીવ સાથેનો પુદ્ગલ-સંબંધ ચાલુ રહે છે. તે કદી છૂટતો નથી. સમાધિતંત્ર શ્લોક ૧૫ માં કહ્યું છે કે
“મૂર્ત સંસાર૬:સ્થ વેદ વાત્મઘીસ્તત:' ! દેહમાં જ આત્મબુદ્ધિ કરવી તે સંસારના દુઃખનું કારણ છે. ૪૬
પુદ્ગલ મારું નથી, માટે પુદ્ગલનું કાંઈપણ હું કરી શકું નહિ એવો નિર્ણય કરી આત્મસન્મુખ થવું, જેથી પુદ્ગલ સાથેનો સંબંધ છૂટી જાય.
જીવની સાથે રહેવું કે ન રહેવું-એવું પુદ્ગલને તો કાંઈ જ્ઞાન નથી, પરંતુ જીવના વિકારને અને તેને (પૌગલિક કર્મને ) નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, તેથી જ્યાં સુધી જીવ વિકાર કરે ત્યાં સુધી આ સંબંધ છૂટે નહિ.
હવે શિષ્ય કહે છે– સ્વરૂપમાં તત્પર રહેનારને શું ( ફલ) પ્રાપ્ત થાય છે?
ગુરુ કહે છે:
વિરમી પર વ્યવહારથી, જે આતમરસ લીન, પામે યોગીશ્રી અહો ! પરમાનંદ નવીન. ૪૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com