________________
(૮૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા)
ઇષ્ટોપદેશ प्रकृष्यमाणायां च स्वात्मसंवित्तौ यानि चिह्नानि स्युस्तान्याकर्णय। यथा
निशामयति निःशेषमिन्द्रजालोपम् जगत्।
स्पृहयत्यात्मलाभाय गत्वान्यत्रानुतप्यते।।३९ ।। टीका- योगीत्यन्तदीपकत्वात्सर्वत्र योज्यः। स्वात्मसंवित्तिरसिको ध्याता
“હે ભવ્ય ! તને બીજો નકામા કોલાહલ કરવાથી શું લાભ છે? એ કોલાહલથી તું વિરક્ત થા અને એક ચૈતન્યમાત્ર વસ્તુને પોતે નિશ્ચળ લીન થઈ દેખ; એવો છ મહિના અભ્યાસ કરે અને જો (તપાસ) કે એમ કરવાથી પોતાના હૃદય-સરોવરમાં જેનું તેજ, પ્રતાપ, પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય છે.”
ભાવાર્થ- વિષયોની રુચિ ન હોવાથી એ આત્માના વિશુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનું કારણ છે. જેમ જેમ ઇન્દ્રિય-વિષયો પ્રત્યે વિરક્તિ (ઉદાસીનતા) વધતી જાય છે તેમ તેમ સ્વાત્મસંવેદનમાં-શુદ્ધાત્માના અનુભવમાં પણ વૃદ્ધિ થતી જાય છે.
માટે પર પદાર્થો સંબંધી સર્વ સંકલ્પ-વિકલ્પોનો ત્યાગ કરી, વિષયોથી મન વ્યાવૃત્ત કરી, એકાન્તમાં સ્વાત્મના અવલોકનનો અભ્યાસ કરવો, તેનાથી થોડા સમયમાં શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. ૩૮. સ્વાત્મ-સંવિત્તિ વધતાં જે ચિહ્નો થાય છે તે સાંભળ; જેમકે –
શ્લોક-૩૯ અન્વયાર્થ- યોગી [ નિ:શેષ નાત] સમસ્ત જગતને [ફેન્દ્રનીલોપમ] ઇન્દ્રજાલ સમાન [નિશાનયતિ] સમજે છે (દખે છે), [માત્મામાય] આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે [સ્કૃતિ] સ્પૃહા (અભિલાષા) કરે છે અને [અન્યત્ર મત્વા અનુતથ7] અન્યત્ર (અન્ય વિષયમાં) લાગી જાય, તો તે પશ્ચાતાપ કરે છે.
ટીકાઃ- “યોગ' શબ્દ અન્ત દીપક હોવાથી બધે યોજવો (અર્થાત્ નશામતિ, સ્પૃદયતિ આદિ ક્રિયાપદો સાથે તેને કર્તા તરીકે યોજવો ).
ઇન્દ્રજાલ સમ દેખ જગ, આતમહિત ચિત્ત લાય, અન્યત્ર ચિત્ત જાય જો, મનમાં તે પસ્તાય. ૩૯.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com