________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૬૬
પ્રગટ થતાં આ આત્મા જ પરમાત્મા બની જાય છે।। ૧૨૭।। (શ્રી યોગસાર, અમિતગતિ આચાર્ય, જીવ અધિકાર, ગાથા-૪૫ની વ્યાખ્યામાંથી ઉદ્દધૃત )
‘ક્ષાયોપમિક ભાવ પણ શુદ્ધ જીવનું રૂપ નથી ' જે જ્ઞાન આદિના પણ રૂપમાં ક્ષાયોપમિક ભાવ છે તે પણ તત્ત્વદષ્ટિએ વિશુદ્ધ જીવનું સ્વરૂપ નથી.।। ૧૨૮।।
(શ્રી યોગસાર, જીવ અધિકાર, ગાથા. ૫૮) જે કાંઈ ઇન્દ્રિયગોચર તે બધું આત્મબાહ્ય
શબ્દાર્થ:- ઇન્દ્રિયો દ્વારા જે કાંઈ દેખાવામાં આવે છે, જાણવામાં આવે છે અને અનુભવ કરવામાં આવે છે તે બધું આત્માથી બાહ્ય નાશવાન તથા ચેતના-રહિત છે।। ૧૨૯।।
(શ્રી યોગસા૨, અમિતગતિ આચાર્ય, અજીવ અધિકાર, ગાથા-૪૪)
કુતર્ક જ્ઞાનને રોકનાર, શાંતિનો નાશક, શ્રદ્ધાનો ભંગ કરનાર અને અભિમાન વધારનાર માનસિક રોગ છે કે જે અનેક પ્રકારે ધ્યાનનો શત્રુ છે. તેથી મોક્ષાભિલાષીઓએ કુતર્કમાં પોતાના મનને લગાવવું યોગ્ય નથી, બલ્કે તેને આત્મતત્ત્વમાં લગાવવું યોગ્ય છે કે જે સ્વાત્મોપલબ્ધિરૂપ સિદ્ધિ-સદનમાં પ્રવેશ કરાવનાર છે. ।। ૧૩૦।।
(શ્રી યોગસાર, અમિતગતિ આચાર્ય, મોક્ષ અધિકાર, ગાથા૫૨-૫૩)
* હું કાનથી સાંભળું છું - એ માન્યતા મિથ્યા છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com