________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૪૪ સારાંશ આ છે કે–સ્વાત્મરસમાં નિમગ્ન થવાવાળું ભાવમન પોતે જ અમૂર્ત હોઈને સ્વાનુભૂતિના સમયમાં આત્મપ્રત્યક્ષ કરવાવાળું કહેવામાં આવ્યું છે. જેમ શ્રેણી ચડતા સમયે જ્ઞાનની જે નિર્વિકલ્પ અવસ્થા છે તે નિર્વિકલ્પ-અવસ્થામાં ધ્યાનની અવસ્થા સંપન્ન શ્રુતજ્ઞાન વા એ શ્રુતજ્ઞાનની પહેલાનું મતિજ્ઞાન અતીન્દ્રિય પ્રત્યક્ષ હોય છે, તે જ પ્રમાણે જે સમ્યગ્દષ્ટિ જીવ ચોથા ગુણસ્થાનથી માંડીને સાતમાં ગુણસ્થાન વર્તી છે તેમનું મતિશ્રુતજ્ઞાનાત્મક ભાવમન પણ સ્વાનુભૂતિના સમયમાં વિશેષ દશાસંપન્ન થવાથી શ્રેણીના જેવું તો નથી, પરંતુ તેની ભૂમિકાને યોગ્ય નિર્વિકલ્પ તો થાય છે.
તેથી એ મતિશ્રુતજ્ઞાનાત્મક ભાવમનને સ્વાનુભૂતિના સમયમાં પ્રત્યક્ષ માનવામાં આવે છે ત્યાં એ જ કારણ છે કે-અતિશ્રુતજ્ઞાન વિના કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ શકતી નથી. પરંતુ અવધિમન:પર્યયજ્ઞાન વિના થઈ શકે છે.
ભાવાર્થ- મતિશ્રુતજ્ઞાનને સ્વાનુભૂતિના સમયમાં પ્રત્યક્ષ કહ્યાં છે તે ઠીક કહ્યાં છે, કારણ કે-આત્મસિદ્ધિ માટે મતિશ્રુત એ બે જ્ઞાન જ આવશ્યક જ્ઞાન છે, કારણ કે અવધિ તથા મન:પર્યયજ્ઞાન વિના તો મોક્ષ થઈ શકે છે. પરંતુ મતિ-શ્રુતજ્ઞાન વિના કદી પણ મોક્ષ થઈ શકતો નથી. || ૮૭TI
(શ્રી પંચાધ્યાયી પૂર્વાર્ધ ગાથા-૭૧૭, ૭૧૮, ૭૧૯) ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે કોઈ એકાન્તવાદી મિથ્યાદષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને પર્યાયમાત્ર માને છે, દ્રવ્યરૂપ નથી માનતો; તેથી જેટલી સમસ્ત-જ્ઞયવસ્તુઓના જેટલા
* હું જાણનાર અને લોકાલોક બ્રેય - એવું કોણે કહ્યું? *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com