________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી નહીં, તો શ્રદ્ધાન પણ ન થઈ શકે; તો સ્થિરતા શામાં કરે? તેથી બીજી રીતે સિદ્ધિ નથી એવો નિશ્ચય છે. |૭૦
(શ્રી સમયસારજી ગાથા-૧૭-૧૮ નો ભાવાર્થ) उदयति न नयश्रीरस्तमेति प्रमाणं व्कचिदपि च न विद्मो याति निक्षेपचक्रम। किमपरभिद्मो धाम्नि सर्वङ्कषेडस्मि
न्नन्नुभवमुपयाते भाति न द्वैतमेव।।९।।
આચાર્ય શુદ્ધનયનો અનુભવ કરી કહે છે કે-આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત ચૈતન્યચમત્કારમાત્ર તેજ:પુંજ આત્મા, તેનો અનુભવ થતાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે અને નિક્ષેપોનો સમૂહ કયાં જતો રહે છે તે અમે જાણતા નથી આથી અધિક શું કહીએ? દ્વત જ પ્રતિભાસિત થતું નથી || ૭૧ 1
(શ્રી સમયસારજી કલશ-૯ નો શ્લોકાર્થ) દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ આદિ પુદ્ગલ દ્રવ્યોમાં પોતાની કલ્પના કરવી તેને સંકલ્પ કહે છે અને જ્ઞયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલૂમ થવો તેને વિકલ્પ કહે છે. || ૭ર
(શ્રી સમયસારજી કળશ-૧૦ ના શ્લોકાર્થમાંથી) આચાર્ય કહે છે કે તે ઉત્કૃષ્ટ તેજ-પ્રકાશ અમને હો કે જે તેજ સદાકાળ ચૈતન્યના પરિણમનથી ભરેલું છે, જેમ મીઠાની કાંકરી એક ક્ષારરસની લીલાનું અવલંબન કરે છે તેમ જે તેજ એક જ્ઞાનરસ સ્વરૂપને અવલંબે છે, જે તેજ અખંડિત છે-શયોના આકારરૂપે
* હું પરને જાણું છું તે બુદ્ધિ મિથ્યા છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com