________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી
મંગલાચરણ नम: समयसाराय स्वानुभूत्या चकासते। चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे।। १।।
જે સકળ ઇન્દ્રિયોના સમૂહથી ઉત્પન્ન થતા કોલાહલથી વિમુક્ત છે, જે નય અને અનયના સમૂહથી દૂર હોવા છતાં યોગીઓને ગોચર છે, જે સદા શિવમય છે, ઉત્કૃષ્ટ છે અને જે અજ્ઞાનીઓને પરમ દૂર છે, એવું આ અનઘ ચૈતન્યમય સહજ-તત્ત્વ અત્યંત જયવંત છે. || ૨TI
(શ્રી નિયમસારજી પદ્મપ્રભમલધારિદેવ, કળશ-૧૫૬) જે અક્ષય અંતરંગ ગુણમણિઓનો સમૂહ છે, જેણે સદા વિશુદ્ધ-( અત્યંત નિર્મળ) શુદ્ધભાવરૂપી અમૃતના સમુદ્રમાં પાપકલંકને ધોઈ નાખ્યા છે અને જેણે ઇન્દ્રિયસમૂહનો કોલાહલ હણી નાખ્યો છે, તે શુદ્ધ આત્મા જ્ઞાનજ્યોતિ વડે અંધકાર દશાનો નાશ કરીને અત્યંત પ્રકાશે છે. I. ૩ો.
(શ્રી નિયમસારજી, પદ્મપ્રભમલધારિદેવ, કળશ-૧૬૩). યમીઓને (સંયમીઓને) આત્મજ્ઞાનથી ક્રમે આત્મલબ્ધિ (આત્માની પ્રાપ્તિ) થાય છે કે જે આત્મલબ્ધિ જ્ઞાનજ્યોતિ વડે ઇન્દ્રિયસમૂહના ઘોર અંધકારનો નાશ કર્યો છે અને જે આત્મલબ્ધિ કર્મવનથી ઉત્પન્ન (ભવરૂપી) દાવાનળની શિખાજાળનો ( શિખાઓના સમૂહનો) નાશ કરવા માટે તેના પર સતત શમજલમય ધારાને ઝડપથી છોડે છે–વરસાવે છે. || ૪
(શ્રી નિયમસારજી, પદ્મપ્રભમલધારિદેવ, કળશ-૧૮૬)
* ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી, જોય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com