________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૧ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
થાય જ. સ્વ-ઉપયોગમાં જ સુખ છે.।। ૫૬૬।।
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૪૯૨ )
* રુચિ હોય તો પ્રવૃત્તિમાં પણ પોતાના કાર્યમાં વિઘ્ન આવતું નથી. બીજા પાસેથી તો કાંઈ લેવું નથી, અને (સ્વયં) સુખનું તો ધામ છે. તેથી ઉપયોગ૨ક્તિ ચક્ષુની જેમ પ્રવૃત્તિમાં દેખાય અને ઉપયોગ તો આ તરફ (અંતરમાં ) કામ કરતો હોય.।। ૫૬૭।।
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૪૯૮ )
* વર્તમાન અંશમાં જ બધી રમત છે. તે અંતરમાં દેખશે તો (અનંત ) શક્તિઓ દેખાશે અને બહિર્મુખ થશે તો સંસાર દેખાશે. બસ, અંશથી ( કોઈ જીવ) બહાર તો જતો જ નથી. આટલી મર્યાદામાં રમત છે.।। ૫૬૮।।
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૫૪૭)
* અજ્ઞાનીને એમ રહે છે કે હું કષાયને મંદ કરતો કરતો અભાવ કરી દઈશ. પરંતુ તે રીતે તો કષાયનો અભાવ થતો જ નથી. સ્વભાવના બળ વિના કષાય ટળતો નથી. હું કષાયને મંદ કરતો જઈશ અને સહનશક્તિ વધારતો જઈશ તો કષાયનો અભાવ થઈ જશે તેમ અજ્ઞાની માને છે અને જ્ઞાનમાં જે પરલક્ષી ઉઘાડ છે તે જ વધતો વધતો કેવળજ્ઞાન થઈ જશે એમ માને છે.।। ૫૬૯।।
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૫૬૫ )
*
* હું ૫૨ને જાણું છું ત્યાંથી સંસારની શરૂઆત છે *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com