________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૭ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી
* જ્યારે મુનિઓ પોતાને માટે, શાસ્ત્રમાં રમતી બુદ્ધિને વ્યભિચાર માને છે, તો નીચેવાળાની તો વ્યભિચારી બુદ્ધિ છે જ. તેમાં (અજ્ઞાની) જીવ એમ લે છે કે મુનિઓ તો પોતાને માટે વ્યભિચારી માને તે ઠીક છે પણ આપણે તો થોડી શક્તિવાળા છીએ, આપણે તો શાસ્ત્ર આદિનું અવલંબન જ જોઈએ એમ બહારનું લઈને ત્યાં સંતોષ માનીને અટકી જાય છે. પહેલામાં પહેલું તો ત્રિકાળીમાં પ્રસરી જવાનું છે. તે જ સર્વ પ્રથમ કરવાનું છે. આ ૫૪૮ાા
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૧૩૦) * થોડું આ તો કરી લઉં, આ તો જાણી લઉં, સાંભળી તો લઉં તે બધા અટકવાના રસ્તા છે. (પોતાના) અસંખ્ય પ્રદેશમાં પ્રસરીને પૂરેપૂરા વ્યાપક થઈને સ્થિર રહો ને! સુખશાંતિ વધતી જશે. વિકલ્પાદિ તૂટતા જશે. // ૫૪૯
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ–૧૪૦) * અમને તો સુખ પીવાની અધિકતા રહે છે, જાણવાની નહીં અને ખરેખર વિકલ્પથી જાણીએ છીએ તે તો સાચું જાણવું જ નથી. અંદરમાં અભેદતાથી જે સહજ જાણવું થાય છે, તે જ સાચું જ્ઞાન છે. પરસત્તા અવલંબી જ્ઞાન તો હેય કહ્યું છે ને! વળી શિવભૂતિ મુનિ વિશેષ જાણતા ન હતા, તોપણ અંદરમાં સુખ પીતાં પીતાં તેમને કેવળજ્ઞાન થઈ ગયું. પ૫૦ના
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ–૧૪૬) * (અજ્ઞાની જીવને) જ્ઞાનનો થોડો ક્ષયોપશમ થાય અને થોડો વિકાસ પણ થતો જાય તો તેમાં જ રોકાઈ જાય છે. “હું થોડો સમજદાર
* પરને જાણે તેવું શાયકનું સ્વરૂપ નથી *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com