________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૨૫૮ ચિઘનસ્વરૂપનો અનુભવ કરતા, સર્વતઃ એકવિજ્ઞાનઘનપણાને લીધે તે જ્ઞાનરૂપે સ્વાદમાં આવે છે. એકલું જ્ઞાન સીધું જ્ઞાનના સ્વાદમાં આવે છે એ આનંદનું વેદન છે. એ જૈનશાસન છે. એનું નામ સમ્યગ્દર્શન અને જ્ઞાનની અનુભૂતિ છે. | પરવા
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, પેરા-૧, પાનું-ર૬૬ ) * એક બાજુ સ્વદ્રવ્ય છે અને બીજી બાજુ સમસ્ત પરદ્રવ્ય છે. એક બાજુ રામ અને બીજી બાજુ ગામ. ગામ એટલે (પદ્રવ્યનો) સમૂહ. પોતાના સિવાય જેટલા પારદ્રવ્યો છે તે ગામમાં જાય છે. પરયો-પંચેન્દ્રિયના વિષયો-પછી તે સાક્ષાત્ ભગવાન, ભગવાનની વાણી, દેવ, ગુરુ, શાસ્ત્ર, અને શુભાશુભ રાગ એ સઘળું ગામમાં એટલે પરદ્રવ્યના સમૂહમાં આવી જાય છે. એના તરફ લક્ષ જતાં રાગ જ ઉત્પન્ન થાય છે. સમોસરણમાં સાક્ષાત ભગવાન બિરાજમાન હોય, તેમનું લક્ષ કરતાં રાગ જ ઉત્પન્ન થાય. એ અધર્મ છે એ કાંઈ ચૈતન્યની ગતિ નથી. એતો વિપરીત ગતિ છે. મોક્ષપાહુડમાં કહ્યું છે કે “પરદધ્વાદો દુગ્ગઈ” તેથી પરદ્રવ્યથી ઉદાસીન થઈ એક ત્રિકાળી જ્ઞાયકભાવ જે સર્વતઃ જ્ઞાનઘન છે તે એકનો જ અનુભવ કરતાં એકલા (નિર્ભેળ) જ્ઞાનનો સ્વાદ આવે છે. એ જૈનદર્શન છે. ઇન્દ્રિયોના વિષયોમાં રાગ-દ્વારા જે જ્ઞાનનો અનભવ ( જ્ઞયાકાર જ્ઞાન) તે આત્માનો સ્વાદ-અનુભવ નથી, એ જૈનશાસન નથી. આત્મામાં ભેદના લક્ષે જે રાગ ઉત્પન્ન થાય તે રાગનું જ્ઞાન થાય છે એમ માનવું એ અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે. એક જ્ઞાન દ્રારા જ્ઞાનનું વેદન એ જ સમ્યક છે યથાર્થ છે. અહો ! સમયસાર વિશ્વનું એક અજોડ ચહ્યું છે. આ વાણી તો જુઓ; સીધી એને આત્મા તરફ લઈ જાય છે. પર૧TI
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, પેરા-૨, પાનું ર૬૬) *એક ભાવકભાવ, એક શેયનો ભાવ-તેનાથી જુદો હું જ્ઞાયકભાવ *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com