________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી રપર યથાર્થ જામ્યો કહેવાય પરલક્ષ્યવાળા જ્ઞાનને તથા અગીયાર અંગના શાસ્ત્રજ્ઞાનને આત્માનું જ્ઞાન કહ્યું નથી. જેનું લક્ષણ (સ્વરૂપ) નક્કી કરવું છે તે લક્ષ્ય રૂપ આત્માને જ અવલંબીને જાણે તેજ જ્ઞાન છે. નિમિત્ત-રાગ, વ્યવહારને અવલંબીને જાણે તે જ્ઞાન નથી. આચાર્યદેવને પર વસ્તુનું જાણપણું પ્રસિદ્ધ કરવું નથી. જે સ્વલક્ષણરૂપ જ્ઞાન વડે આત્માને જાણે તેની પ્રસિદ્ધિ સમ્યક છે જુઓ, આ રીતે પણ અંતર્મુખ દષ્ટિ કરવાની વાત છે. આ પ૦૮માં
(શ્રી પરમાગમસાર, બોલ-૬૪૦) * જે વડ જણાય તે લક્ષણ કહીયે. જ્ઞાન વડે આત્મા જણાય છે, માટે જ્ઞાન વડે આત્મા નક્કી થાય છે. પુણ્ય-પાપાદિ કે શરીર આદિ જ્ઞાન વડે નક્કી કરવા યોગ્ય નથી પણ જ્ઞાન વડે આત્મા નક્કી કરવા યોગ્ય છે. જ્ઞાન લક્ષણ પુણ્ય-પાપનું કે દેવ-ગુરુ-શાસ્ત્રનું નથી. આ જ્ઞાન તો લક્ષ્ય એવા આત્માનું લક્ષણ છે, જ્ઞાન છે ત્યાં તેની સાથે અનંત ગુણો છે. જ્ઞાન જેનું લક્ષણ છે એવું નક્કી કરતાં અનંત ગુણોવાળો આત્મા નક્કી થાય છે, એ જ સાધ્ય છે. 1 ૫OCT
(શ્રી પરમાગમસાર, બોલ-૬૪૧) * જ્ઞાનદ્વારમાં સ્વરૂપ શક્તિને જાણવી. લક્ષણ જ્ઞાન, અને લક્ષ્ય આત્મા પોતાના જ્ઞાનમાં ભાસે છે. ત્યારે સહજ આનંદધારા વહે છે તે અનુભવે છે. તે પ૧૦ના
(શ્રી પરમાગમસાર, બોલ-૭૧૦) * છદ્મસ્થનો ઉપયોગ એક બાજુ હોય, ઉપયોગ પુણ્ય-પાપ તરફ હોય ત્યારે સ્વઅનુભવમાં ન હોય. સ્વાનુભૂતિ જ્ઞાનની પર્યાય છે.
* હું ધર્માદિને જાણું છું તે અધ્યવસાન છે *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com