________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી ર૨૪ શ્રી તવાનુશાસન तदर्थानिन्द्रियैर्गृह्णन्मुह्यति द्वेष्टि रज्यते। ततो बद्धो भ्रमत्येव मोहव्यूह-गतः पुमान।।१९।।
અર્થ - એમ ઇન્દ્રિયોના વિષયોને ઈન્દ્રિયો દ્વારા ગ્રહણ કરતો જીવ રાગ કરે છે. વૈષ કરે છે. તથા મોહને પ્રાપ્ત થાય છે. અને એ રાગદ્વેષ-મોહરૂપ પ્રવૃત્તિઓ વડ નવા કર્મથી બંધાય છે. એ રીતે મોહની સેનાથી ઘેરાયેલી અને તેના ચક્કરમાં પડેલો ફસાયેલો-આ જીવ પરિભ્રમણ કરી રહ્યો છે. ૪૩૬ TI [ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનુ શાસન શ્લોક ૧૯] यो मध्यस्थ: पश्यति जानात्यात्मानमात्मनात्मन्याऽऽत्मा। हगवगमचरणरुपः स निश्चयान्मुत्त्किहेतुरिति हि जिनोत्त्कि:
અર્થ:- જે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મા મધ્યસ્થભાવથી આત્માને આત્મા દ્વારા આત્મામાં દેખે છે–જાણે છે. –તે નિશ્ચયનયથી સ્વયે મુક્તિનો હેતુ બને છે. એવું સર્વજ્ઞદેવ જિનવરની વાણીમાં કહેલ છે. // ૪૩૭IT [ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનુ શાસન શ્લોક ૩૨]
गुप्तेन्द्रिय-मना ध्याता ध्येयं वस्तु यथास्थितम्। ऐकाग्र-चिंतनं ध्यानं निर्जरा-संवरौ फलम्।।३८।।
અર્થ:- ઇન્દ્રિયો તથા મનોયોગનો નિગ્રહ કરનાર “ધ્યાતા” કહેવાય છે. યથાવસ્થિત વસ્તુ “ધેય” કહેવાય છે. એકાગ્રચિંતન તે
ધ્યાન” છે. અને “ફલરૂપ નિર્જરા તથા સંવર ભાવ હોય છે. ધર્મધ્યાનની સામગ્રી કહી. ૪૩૮ાા
[ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનુ શાસન શ્લોક ૩૮]
* જ્ઞાની એમ માને છે કે – હું મનથી છ દ્રવ્યને જાણતો નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com