________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સમયસારજીના ૩૯૦ થી ૪૦૪ ગાથાના પ્રવચનમાં (પ્રવચન રત્નાકર ભાગ-૧૦) તો ત્યાં સુધી ફરમાવ્યું કે શાસ્ત્રના લક્ષવાળું જ્ઞાન તે જડ ને અચેતન છે. એને જડ ને અચેતન કહેવાનું કારણ એ છે કે એમાં આત્મા જણાતો નથી, અનુભવાતો નથી માટે જેમ રાગમાં આત્મા ન જણાય એમ પરસત્તાવલંબનશીલ જ્ઞાનમાં પણ આત્મા ન જણાય તેથી એ બંધનું કારણ છે, મોક્ષનું કારણ થતું નથી. સ્વસત્તાવલંબનશીલ જ્ઞાન એ જ મોક્ષનો માર્ગ અને મોક્ષનું કારણ છે.
ઇન્દ્રિયજ્ઞાનથી ભેદજ્ઞાનની વાત સુક્ષ્મ અને અતિ વિરલ છે. જિનાગમમાં શરીરથી, કર્મથી, રાગાદિકથી ભેદજ્ઞાનની વાતો તો ઠેર ઠેર આવે છે. પરંતુ એ બધાથી એકત્વ કરનારું મુળમાંતો ઇન્દ્રિયજ્ઞાન છે. કે જેનાથી ભેદજ્ઞાનની વાતો તો કયાંક કયાંક આવે છે તેથી અનેક શાસ્ત્રોમાં જ્યાં જ્યાં ઇન્દ્રિયજ્ઞાન સંબંધીના ઉલ્લેખો આવ્યા છે એના સંકલનરૂપ જો એક પુસ્તક તૈયાર થાય તો સમાજના મુમુક્ષુ જીવોનું ત્યાં ધ્યાન ખેંચાય. આવો ભાવ મને બહુ રહેતો હતો. આજે મને ઘણી ખુશી છે કે આ પુસ્તક તૈયાર થઈ ગયું છે જે પાત્ર જીવોને એ આત્મલાભમાં નિમિત્ત બનશે.
“ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી” એ સંબંધી આચાર્યોના, સંતોના અને જ્ઞાનીઓના આગમોમાં વચનામૃતરૂપી મણીરત્નો-મોતીઓ જુદા જુદા વીખરાયેલા હતા. તેમને એક દોરારૂપી ગ્રંથમાં પરોવી દીધા છે. જે એક કંઠહારની જેમ શોભાને પ્રાપ્ત થાય છે. આ “ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી”. સંકલનરૂપી કંઠહારને જે પોતાના હૃદયમાં અવધારશે તેને મુક્તિસુંદરી અવશ્યમેવ વરશે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com