________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૬૬ ભાઈ ! જરા ધીરો થઈને સાંભળ કહે છે–આત્મા પરને કરે કે પરથી આત્મામાં કાંઈ થાય એ વાત તો જવા દે, એ વાત તો છે નહીં, પણ પર જ્ઞાનની પર્યાયમાં જણાય, જ્ઞાન પરને જાણે કે પર ય જ્ઞાનની પર્યાયમાં આવે-પેસે એમ પણ છે નહીં. વસ્તુ-દ્રવ્ય એક શાકભારેપણે છે. તે પોતે જ્ઞાનની પર્યાયપણે, જાણનક્રિયારૂપે થાય છે તે પોતાની સ્વપરપ્રકાશકની ક્રિયા છે. એમાં પર જણાય છે એમ કહેવું તે વ્યવહાર છે બસ. પર જણાતું નથી, પોતાની જાણ નક્રિયા જાણવારૂપે છે તે જણાય છે.
ભગવાન! તું આવડો ને આવો જ છે; બીજી રીતે માન તો તારા સ્વભાવનો ઘાત થશે. સર્વજ્ઞ પરમેશ્વર કહે છે-લોકાલોક જણાય એવડી તારી પર્યાય નથી, તારી જ્ઞાન પર્યાયને તું જાણ એવું તારું સ્વરૂપ છે. લોકાલોકને જાણવું એમ કહેવું એ અસભૂત વ્યવહાર છે, જૂઠો વ્યવહાર છે. તો સાચો વ્યવહાર શું છે?
તે આ; પોતે જાણગ-જાણવાના ભાવવાળું તત્ત્વ હોવાથી લોકાલોકના જેટલા જોયો છે તેને અને પોતાને જાણવાની ક્રિયારૂપે પોતામાં (પોતાના અસ્તિત્વમાં) પોતાના કારણે પરિણમે છે. ખરેખર તો આ જ્ઞાનનો પર્યાય તે શેય છે. જ્ઞાનની પર્યાયનું પર (પદાર્થ) શેય છે એમ કહેવું તે વ્યવહાર છે. આવી વાત છે.
શેયોના આકાર એટલે શેયોના વિશેષો-એની જ્ઞાનમાં ઝલક આવે છે અર્થાત્ તે સંબંધીનું પોતાનું જ્ઞાન પોતામાં પોતાથી પરિણમે છે. તે જ્ઞાન યાકાર દેખાય છે એમ કહ્યું પણ તે શેયાકાર થયું નથી; એ તો જ્ઞાનાકાર – જ્ઞાનના જ તરંગો છે. અહાહા..!
* ઇન્દ્રિયજ્ઞાનમાં આકુળતા હોય, જ્ઞાનમાં નિરાકુળ આનંદ હોય. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com