________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૫ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી
આહાહા...! જુઓ, બાહ્ય જ્ઞયો-રાગાદિકથી માંડી છે એ દ્રવ્યો પોતાના આત્માથી (–પોતાના દ્રવ્ય, ગુણ, પર્યાય-ત્રણેથી) જુદાં છે. જો તે જુદાં ન હોય તો એક હોય, પણ એમ કદી બનતું નથી, છે નહીં.
રાગનું જ્ઞાન થાય તેમાં કાંઈ રાગ જ્ઞાનની પર્યાયમાં આવતો નથી. કેવળીને લોકાલોકનું જ્ઞાન થયું તો લોકાલોક કાંઈ જ્ઞાનમાં પેસી ગયા નથી. ઘટનો જાણનાર ઘટરૂપે થતો નથી. વળી ઘટનો જાણનાર વાસ્તવમાં ઘટને જાણે છે એમ નથી. સ્વપરને જાણવાના જ્ઞાનરૂપે આત્મા જ થાય છે. ઘટને જાણવાના જ્ઞાનરૂપે આત્મા થાય છે; તેથી ઘરનું જ્ઞાન નહીં, પણ આત્માનું જ જ્ઞાન છે. પોતાનામાં તો પોતાના જ્ઞાનપરિણામનું અસ્તિત્વ છે, શયનું નહીં. આત્માનો “જ્ઞ” સ્વભાવ છે, ને “જ્ઞ” સ્વભાવી આત્મામાં જાણનક્રિયા થાય છે તે પોતાથી થતી પોતાની ક્રિયા છે, એમાં પરણેયનું કાંઈ જ નથી. આમ
યસંબંધી પોતાના જ્ઞાનનું જે પરિણમન થયું તે ય પોતે, જ્ઞાન પોતે જ, ને પોતે જ જ્ઞાતા છે. સમજાણું કાંઈ..?
યોના આકારની ઝલક જ્ઞાનમાં આવતા જ્ઞાન જ્ઞયાકાર દેખાય છે, પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો છે, જુઓ, જ્ઞાન શૈયાકાર છે એમ નહીં, એ તો શયને જાણવા પ્રતિ તેવા જ્ઞાનાકારે જ્ઞાન પોતે જ થયું છે. શયનું તેમાં કાંઈ જ નથી. જ્ઞય જ્ઞાનમાં પેઠું છે એમ છે જ નહીં; અર્થાત્ જ્ઞાન શેયરૂપે થાય છે એમ છે જ નહીં. જ્ઞાન જ્ઞાનાકાર જ છે, એ જ્ઞાનના જ કલ્લોલો છે.
અહાહા...! કેવું ભેદજ્ઞાન કરાવ્યું છે! વીતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ
* શેય શેયને જાણે છે, જ્ઞાન આત્માને જાણે છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com