________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૩ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ને શેય આ લોકાલોક એવું કોણે કહ્યું? પરમાર્થ એમ છે નહીં. એમ કહેવું એ વ્યવહાર છે. અહાહા...! ધર્મીના અંતરની ખુમારી તો જુઓ ! કહે છે-જગતમાં હું એક જ છું, જગતમાં બીજી ચીજો હો તો હો, પરમાર્થે તેની સાથે મારે જાણવાપણાનોય સંબંધ છે નહીં. આવી વાત ! સમજાણું કાંઈ....?
અહાહા...! અહીં શું કહે છે? કે પરય (પરપદાર્થો–દેવગુરુ-શાસ્ત્ર, પંચપરમેષ્ઠી, ને વ્યવહારરત્નત્રય આદિ જ્ઞય,) હું જ્ઞાન, ને હું જ્ઞાતા-એવો સંબંધ હોવાનું તો દૂર રહો, હું શેય, હું જ્ઞાન, ને હું જ્ઞાતા-એવા ત્રણ ભેદરૂપ પણ હું નથી. એ ત્રણેય હું એક છું. જુઓ, આ સ્વાનુભવની દશા ! જ્ઞાન-જ્ઞાતા-શેય એવા ભેદોથી ભરાતો નથી. એવો અભેદ ચિત્માત્ર હું આત્મા છું. હું શેય છું, હું જ્ઞાન છું, હું જ્ઞાતા છું એવા ત્રણ ભેદ ઉપજે એ તો રાગ-વિકલ્પ છે પણ વસ્તુ ને વસ્તુની દષ્ટિમાં એવા ભેદ છે નહીં. બધું અભેદ એક છે.
ભાઈ ! તારામાં તારું હોવાપણું કેવડું છે તેની તને ખબર નથી. ત્રણ લોકના દ્રવ્યો-દ્રવ્ય-ગુણ-પર્યાયો ત્રિકાળવર્તી જે અનંતાનંત છે તે બધાને જાણનારી તારી જ્ઞાનની દશા તે ખરેખર તારું જ્ઞય છે. તે દશા એકલી નહીં, પણ તારા દ્રવ્ય-ગુણ-પર્યાય તે બધું ય છે. અહાહા....! તે સમસ્તનું (–પોતાનું) જ્ઞાન તે જ્ઞાન, તે સમસ્ત (–પોતે) શેય અને પોતે જ્ઞાતા-એ ત્રણેય વસ્તુ એકની એક છે, ત્રણભેદ નથી. આવી ઝીણી વાત! જ્ઞાન-જ્ઞાતા-શેય ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર પોતે એક છે.
* પરમાત્મા કહે છે - “મારા લક્ષે દુર્ગતિ થશે” *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com