________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આભાર
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી” શાસ્ત્રના જનક પૂ. ભાઈશ્રી
લાલચંદભાઈ પ્રત્યે આભાર હે પૂજ્યવર! હે પરમ ઉપકારી ! “ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી” -એ ગુપ્ત રહસ્યનું ઉદ્ઘાટન કરીને આપે ઇન્દ્રિયજ્ઞાનથી ભેદજ્ઞાન કરાવી અને અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ કરવાની કોઈ અદભૂત વિધિ બતાવી છે, હે પ્રભો! આપે પરને જાણવાનો (ઇન્દ્રિયજ્ઞાનનો) નિષેધ ન કરાવ્યો હોત તો અમ ભવ્યોનો ઉપયોગ અંતર્મુખ કેમ થાત? અને ઉપયોગ અંતર્મુખ થયા વિના આત્માનો અનુભવ કેમ થાત? અને આત્માનો અનુભવ થયા વિના અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ કેમ થાત? એટલે આપ અતીન્દ્રિયઆનંદના દાતા છો. મોક્ષના પ્રદાતા છો. હે મોક્ષ પ્રદાતા ! આપનો અનંત અનંત ઉપકાર છે.
આ કાળે ભવ્યોના મહાભાગ્યે જૈન શાસનના નભો મંડળમાં એક મહાન પ્રતાપી યુગ પુરુષ આત્મજ્ઞ સંત પરમ પૂજ્યશ્રી કાનજીસ્વામીનો ઉદય થયો અને તેઓશ્રીએ ધર્મતીર્થની સ્થાપના કરી અને શુદ્ધાત્માના સ્વરૂપ તથા મોક્ષમાર્ગને અનેક પડખેથી વિસ્તારથી સ્પષ્ટ કર્યો, અને પૂ. ગુરુદેવશ્રી દ્વારા સ્થાપેલ ધર્મતીર્થના આપ અતિશય સમર્થ, સશક્ત સંરક્ષક છો. આપશ્રીએ તીર્થકર ભગવંતોથી માંડીને પૂ. ગુરુદેવ શ્રી દ્વારા પ્રતિપાદિત આગમ પરમાગમરૂપી મહાસાગરનું મંથન કરીને અમૃત કાઢયું અને બે સૂત્રરૂપી (હું જાણનાર છું, કરનાર નથી. જાણનારો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com