________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ એક્તા માની લે છે, એટલે તેને તો રાગ તે જ નિશ્ચય થઈ ગયો, રાગથી જુદો કોઈ રાગને જાણનાર ન રહ્યો. અહીં તો જ્ઞાતા જાગીને જ્ઞાનની અધિક્તારૂપે પરિણમતો, બાકીના અલ્પરાગને પણ જાણે તે વ્યવહાર છે. પરમાર્થજ્ઞય તો પોતાનો જ્ઞાયકઆત્મા જ છે, ને રાગ તે જ્ઞાનીનું વ્યવહારય છે. પણ જેને જ્ઞાયકસ્વભાવની દષ્ટિ નથી, ને “કર્મનો વ્યવહાર í તો છું ને!' –એવી દષ્ટિ છે, તેને માટે આચાર્યદવ હવે પછીની ગાથામાં કહેશે કે કર્મ સાથે ર્તાપણાનો વ્યવહાર અજ્ઞાની-મિથ્યાષ્ટિને જ લાગુ પડે છે.
[૬]
પ્રવચન છઠું
[ વીર સં. ૨૪૮૦ આસો સુદ બીજ ]
ભાઈ, પંચપરમેષ્ઠી ભગવાન જ અમારા “પંચ” છે. જ્ઞાયક સ્વભાવ અને દમબદ્ધપર્યાયનું આ જે વસ્તુ સ્વરૂપ કહેવાય છે તે જ પ્રમાણે અનાદિથી પંચ પરમેષ્ઠી ભગવંતો કહેતા આવ્યા છે, અને મહાવિદેહમાં બિરાજતા સીમંધરાદિ ભગવતો અત્યારે પણ એ જ ઉપદેશ આપી રહ્યા છે. આ સિવાય અજ્ઞાનીઓ બીજું વિપરીત માને તો ભલે માને, પણ અહીં તો પંચ પરમેષ્ઠી ભગવંતોને પંચ તરીકે રાખીને આ વાત કહેવાય છે.
[૧૨૮] જ્ઞાયક વસ્તુ સ્વરૂપ, અને અર્તાપણું.
આ “સર્વવિશુદ્ધ જ્ઞાન-અધિકાર” ને “શુદ્ધાત્મ-દ્રવ્ય-અધિકાર” પણ કહેવાય છે. જ્ઞાયકસ્વભાવી શુદ્ધ આત્મદ્રવ્યનું સ્વરૂપ શું છે તે આચાર્યદવ ઓળખાવે છે. આત્માનો સ્વભાવ તો જ્ઞાયક છે, જાણનાર છે; તે જ્ઞાયકસ્વભાવ, નથી તો પરનો ક્ન, કે નથી રાગનો í. થઈને પરની અવસ્થા ઉપજાવે એવું તો શાયકનું સ્વરૂપ નથી, તેમજ રાગમાં ક્નબુદ્ધિ પણ તેનો સ્વભાવ નથી, રાગ પણ તેના શેયપણે જ છે. રાગમાં તન્મય થઈને નહિ, પણ રાગથી અધિક રહીને-ભિન્ન રહીને જ્ઞાયક તેને જાણે છે. આવું જ્ઞાયકવસ્તુસ્વરૂપ સમજે તો જાણપણાના ને ર્તાપણાના બધા ગર્વ ઊડી જાય.
અહીં જીવને સમજાવવું છે કે તું જ્ઞાયક છો, પરનો અક્ત છો, “જ્ઞાયક” જ્ઞાતાદટા પરિણામ સિવાય બીજું શું કરે? આવા પોતાના જ્ઞાયક સ્વભાવને જાણીને, સ્વ-સન્મુખ નિર્મળ જ્ઞાનપરિણામે જે પરિણમ્યો તે જ્ઞાની એમ જાણે છે કે સમયે સમયે મારા જ્ઞાનના જે નિર્મળ કમબદ્ધ પરિણામ થાય છે તેમાં જ હું તન્મય છું, રાગમાં કે પરમાં હું તન્મય નથી માટે તેનો હું અí છું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com