________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૫
ગોવાળ' એટલે જે ગોવાળ એક ગાય ચરાવવા લઈ જાય તે ભેગો બે ગાય લઈ જાય, તો તેમાં તેને શું મહેનત? અથવા “એકનું રાંધવું, ભેગું બેનું રાંધવું.' તેમ ક્ન થઈને એક પોતાનું કરે તે ભેગું બીજાનું પણ કરે તો શું વાંધો? જીવ પોતે જ્ઞાયકપણે ઊપજે પણ ખરો ને કર્મને બાંધે પણ ખરો-એમાં શું વાંધો?
ઉત્તર:-દરેક દ્રવ્ય પોતાની પર્યાય સાથે તદ્રુપ છે. તેથી તેને તો કરે, પર સાથે તદ્રુપ નથી તેથી તેનો તે ર્તા નથી. પર સાથે તતૂપ થાય તો જ પરને કરે, પરન્તુ એમ તો કદી બની શક્યું નથી. એટલે “ગાયના ગોવાળ” વગેરે લૌકિક કહેવત અહીં લાગુ ન પડે. સ્વભાવસમ્મુખ થઈને પોતાના શાયકભાવપણે જે જીવ પરિણમ્યો, તે જીવ પોતાના તે જ્ઞાયકભાવ સાથે તદ્રુપ છે, તેથી તેનો તો તે í છે, પરંતુ રાગાદિભાવો સાથે તે તદ્રુપ નથી તેથી તે ખરેખર રાગનો પણ ક્ત નથી, એટલે કર્મના ર્તાપણાનો વ્યવહાર પણ તેને લાગુ પડતો નથી. આથી આચાર્યદવ કહે છે કે “જીવ પોતાના પરિણામોથી ઊપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી”.
કયો જીવ? કે જ્ઞાની;
કેવા પરિણામ? કે જ્ઞાતાદષ્ટાના નિર્મળ પરિણામ;-જ્ઞાની પોતાના જ્ઞાતાદરાના નિર્મળપરિણામપણે ઊપજે છે, પણ અજીવ કર્મોના બંધનું કારણ થતો નથી; કેમકે તેને પોતાના જ્ઞાયકભાવ સાથે જ એક્તા છે, રાગાદિ સાથે કે કર્મ સાથે એક્તા નથી, માટે તે રાગાદિનો ને કર્મનો અર્જા જ છે. જીવ પોતાના જ્ઞાયક પરિણામનો ર્જા થાય, ને સાથે સાથે અજીવમાં નવા કર્મો બંધાવામાં પણ નિમિત્ત થાય-એમ બનતું નથી. નવાં કર્મોમાં મુખ્યપણે અહી મિથ્યાત્વ આદિ એક્તાલિસ પ્રકૃતિની વાત લેવી છે, –તેનું બંધન જ્ઞાનીને થતું જ નથી. જ્ઞાનીને પોતાના નિર્મળ જ્ઞાનપરિણામ સાથે કાર્યકારણપણું છે, પરંતુ અજીવ સાથે કે રાગાદિ સાથે તેને કાર્યકારણપણું નથી, તેથી તે અકર્તા જ છે.
[૧૨૭] વ્યવહાર-કયો? અને કોને?
પ્રશ્ન:-આ તો નિશ્ચયની વાત થઈ, હવે વ્યવહાર સમજાવો.
ઉત્તરઃ-આ નિશ્ચયસ્વરૂપ સમજે તેને વ્યવહારની ખબર પડે. જ્ઞાતા જાગ્યો અને સ્વ-પર-પ્રકાશક શક્તિ ખીલી ત્યારે નિમિત્ત અને વ્યવહાર કેવા હોય તેને તે જાણે છે. પોતે રાગથી અધિક થઈને જ્ઞાયકપણે પરિણમતો, અસ્થિરતાનો જે રાગ છે તેને પણ જાણે છે તે જ્ઞાનીનો વ્યવહાર છે. પણ જ્યાં નિશ્ચયનું ભાન નથી, જાણનાર જાગ્યો નથી, ત્યાં વ્યવહારને જાણશે કોણ? તે અજ્ઞાની તો રાગને જાણતાં તેમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com