________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦
જુદા, એટલે રંગનું નિમિત્ત આવ્યું માટે પાણીના પરમાણુઓનો રંગ બદલ્યો એમ પણ નથી, પાણીના પરમાણુઓ જ સ્વયં પોતાની તેવી રંગ અવસ્થાપણે પરિણમ્યા છે.
લોટના પરમાણુઓમાંથી રોટલીની અવસ્થા હોશીયાર બાઈએ બનાવી–એમ નથી, પણ સ્વયં તે પરમાણુઓ જ તે અવસ્થારૂપે ઊપજ્યા છે.-એ વાત પણ ઉપરના દષ્ટાંત પ્રમાણે સમજી લેવી.
સ્કંધમાં રહેલો દરેક પરમાણું સ્વતંત્રપણે પોતાની ક્રમબદ્ધયોગ્યતાથી પરિણમે છે; સ્કંધના બીજા પરમાણુઓને લીધે તે સ્થૂળરૂપે પરિણમ્યો એમ નથી પણ તેનામાં જ સ્થૂળરૂપે પરિણમવાની સ્વતંત્ર લાયકાત થઈ છે. જુઓ, એક પરમાણુ છૂટો હોય ત્યારે તેનામાં સ્થળપરિણમન ન થાય, પણ સ્થળસ્કંધમાં ભળે ત્યારે તેનામાં સ્થળ પરિણમન થાય છે, તો તેના પરિણમનમાં એટલો ફેરફાર થયો કે નહિ?-હાં ફેરફાર તો થયો છે, પણ તે કોના કારણે? કે પોતાની જ ક્રમબધ્ધ અવસ્થાના કારણે, પરને કારણે નહિ. એક છૂટો પરમાણુ સ્થૂળ સ્કંધમાં ભળ્યો, ત્યાં જેવો છૂટો હતો તેવો જ સ્કંધમાં તે નથી રહ્યો પણ સૂક્ષ્મમાંથી સ્થૂળસ્વભાવરૂપે તેનું પરિણમન થયું છે. તેનામાં સર્વથા ફેરફાર નથી થયો-એમ પણ નથી અને પરને કારણે ફેરફાર થયો એમ પણ નથી. તેની પોતાની યોગ્યતાથી જ તેનામાં ફેરફાર એટલે કે સૂક્ષ્મતામાંથી સ્થૂળતારૂપ પરિણમન થયું છે. જેમ એક છૂટા પરમાણુમાં સ્થૂળતારૂપ પરિણમન નથી થતું, તેમ ચૂળસ્કંધમાં પણ જો તેનું સ્થળ પરિણમન ન થતું હોય તો આ શરીરાદિ નોકર્મ વગેરે કાંઈ સિદ્ધ જ નહિ થાય. છૂટો પરમાણુ સ્થૂળ સ્કંધમાં ભળતાં તેનામાં સ્થૂળતારૂપ પરિણમન તો થાય છે પણ તે પરને લીધે થતું નથી, તેની પોતાની યોગ્યતાથી જ થાય છે.
[૮૯] ક્રમબદ્ધનો નિર્ણય કરનારને “અભાગ્ય’ હોય જ નહિ.
અભાગ્યથી કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રનું નિમિત્ત બની જાય તો ઊલટું અતત્વશ્રદ્ધાન પુષ્ટ થઈ જાય”—એમ મોક્ષમાર્ગપ્રકાશકમાં કહ્યું છે, પરંતુ ત્યાં પણ તેવા નિમિત્તોના સેવનનો ઊંધો ભાવ કોણ કરે છે? ખરેખર તો પોતાનો જે ઊંધો ભાવ છે તે જ અભાગ્ય છે. આત્માના જ્ઞાયકસ્વભાવ તરફ ઝૂકીને જેણે ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર્યો તેને એવું અભાગ્ય હોય જ નહિ એટલે કે કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રનું સેવન તેને હોય જ નહીં.
આત્મા જ્ઞાયક છે ને વસ્તુની પર્યાય ક્રમબદ્ધપણે સ્વયં થાય છે-એવા વસ્તુસ્વરૂપને નથી જાણતો તેનું જ્ઞાન સાચું થતું નથી, ને સાચા જ્ઞાન વગર નિર્મળપર્યાય એટલે કે શાંતિ કે ધર્મ થતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com