________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧
[ ૯૦] સ્વાધીનદષ્ટિથી જોનાર-જ્ઞાતા.
આઈસ (બરફ ) નાંખવાથી પાણીની ઠંડી અવસ્થા થઈએમ નથી; પાણીમાં સાકર નાંખી માટે તે સાકરને લીધે પાણીના પરમાણુઓમાં ગળી અવસ્થા થઈ–એમ નથી; તે પરમાણુઓ સ્વાધીનપણે તેવી અવસ્થાપણે પરિણમ્યા છે. પોતાના આત્માને સ્વાધીનદષ્ટિથી જ્ઞાયકભાવે પરિણમતો જોનાર જગતના બધા પદાર્થોને પણ સ્વાધીન પરિણમતા જુએ છે; તેથી તે જ્ઞાતા જ છે, અર્જા જ છે. આત્મા તો અજીવના કાર્યને ન કરે, પરંતુ એક સ્કંધમાં રહેતા અનેક પરમાણુઓમાં પણ એક પરમાણુ બીજા પરમાણુનું કાર્ય ન કરે. આવી સ્વતંત્રતા છે.
[૧] સંસ્કારનું સાર્થકપણું, છતાં પર્યાયનું દમબદ્ધપણું.
પ્રશ્ન-પ્રવચનસારના ૪૭ નયોમાં તો કહ્યું છે કે અસ્વભાવનયે આત્મા સંસ્કારને સાર્થક કરનારો છે, જેમ લોઢાના તીરમાં સંસ્કાર પાડીને લૂહાર નવી અણી કાઢે છે તેમ આત્માની પર્યાયમાં નવા સંસ્કાર પડે છે આમ છે તો પછી પર્યાયના ક્રમબદ્ધપણાનો નિયમ કયાં રહ્યો ?
ઉત્તર:-આત્મા પોતાની પર્યાયમાં જે સંસ્કાર પાડે તેવા પડે છે. અનાદિથી પર્યાયમાં મિથ્યાશ્રદ્ધા-જ્ઞાન હતા, તેને બદલે હવે જ્ઞાયકસ્વભાવ તરફ વળતાં તે મિથ્યા-શ્રદ્ધાજ્ઞાન ટળીને, સમ્યક શ્રદ્ધા-જ્ઞાનના અપૂર્વ સંસ્કાર પડયા, તેથી પર્યાયમાં નવા સંસ્કાર કહ્યા. તોપણ ત્યાં ક્રમબદ્ધપર્યાયનો નિયમ તૂટયો નથી. શું સર્વજ્ઞભગવાને તેમ નહોતું જોયું ને થયું? અથવા શું ક્રમબદ્ધપર્યાયમાં તેમ નહોતું ને થયું?–એમ નથી. પોતે પોતાના જ્ઞાયકસ્વભાવ સન્મુખના પુરુષાર્થ વડે નિર્મળ પર્યાયપણે ઊપજ્યો ત્યાં, કેવળીભગવાને ક્રમબદ્ધપર્યાયમાં જે નિર્મળ પર્યાય થવાનું જોયું હતું તે જ પર્યાય આવીને ઊભી રહી. આ રીતે, જ્ઞાયકસ્વભાવનો પુરુષાર્થ કરનારને પર્યાયમાં મિથ્યાત્વ ટળીને સમ્યગ્દર્શનના અપૂર્વ નવા સંસ્કાર પડયા વગર રહે નહિ, અને ક્રમબદ્ધપર્યાયનો ક્રમ પણ તૂટે નહિ.-આવો મેળ જ્ઞાયકસ્વભાવની દષ્ટિ વગર સમજાશે નહિ.
[૯૨ ] ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા કોણ?
જેને જ્ઞાયકસ્વભાવની દષ્ટિ નથી ને કમબદ્ધપર્યાયમાં આદું-પાછું કરવાનું માને છે તેને જીવ-અજીવ દ્રવ્યોની ખબર નથી એટલે મિથ્યાજ્ઞાન છે. જે પરનું ર્તાપણું માને છે તેને તો હજી પરથી ભિન્નતાનું પણ ભાન નથી, પરથી ભિન્નતા જાણ્યા વિના, અંતરમાં જ્ઞાન અને રાગની ભિન્નતા તેના ખ્યાલમાં આવી શકશે નહિ. અહીં તો એવી વાત છે કે જે પોતાના જ્ઞાનસ્વભાવ તરફ વળ્યો તે ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા છે, રાગને પણ તે જ્ઞાનથી ભિન્ન ય તરીકે જાણે છે. આવો જ્ઞાતા રાગાદિનો અર્જા જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com