________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
એમ કહેતાં, પર્યાય પરિણમતાં દ્રવ્ય પણ પરિણમ્યું છે એ વાત સિદ્ધ થાય છે; કેમકે જો દ્રવ્ય સર્વથા ન જ પરિણમે તો પહેલી પર્યાયથી છૂટીને બીજી પર્યાય સાથે તે કઈ રીતે તદ્રુપ થાય? પર્યાય પલટતાં જો દ્રવ્ય ન પલટે તો તે જુદું પડયું રહે! એટલે બીજી પર્યાય સાથે તેને તદ્રુપપણું થઈ શકે જ નહિ. પરંતુ એમ બનતું નથી, પર્યાય પરિણમ્યું જાય ને દ્રવ્ય જુદું રહી જાય-એમ બનતું નથી.
કોઈ એમ કહે કે ““પહેલા સમયની જે પર્યાય છે તે પર્યાય પોતે જ બીજા સમયની પર્યાયરૂપ પરિણમી જાય છે, દ્રવ્ય નથી પરિણમતું'”—તો એ વાત જૂઠી છે. પહેલી પર્યાયમાંથી બીજી પર્યાય આવતી નથી, પર્યાયમાંથી પર્યાય આવે એમ માનનારને તો “પર્યાયમૂઢ કહ્યો છે. પર્યાય પલટતાં તેની સાથે દ્રવ્ય ક્ષેત્રને ભાવ પણ [પર્યાય અપેક્ષાએ] પલટી ગયાં છે. જો એમ ન હોય તો સમય સમયની નવી પર્યાય સાથે દ્રવ્યનું તદ્રુપપણું સિધ્ધ થઈ શકે નહિ. “સર્વ દ્રવ્યોને પોતાનાં પરિણામો સાથે તાદાભ્ય છે”—એમ કહીને આચાર્યદવે અલૌકિક નિયમ ગોઠવી દીધો છે. ચિવિલાસમાં પણ એ વાત લીધી છે. [ જુઓ ગુજરાતી પાનું ૩૦-૩૧]
[૫૧] જીવનું સાચું જીવતર.
જીવ પોતાના ક્રમબધ્ધ પરિણામપણે ઊપજતો થકો, તેમાં તન્મયપણે જીવ જ છે, અજીવ નથી. અજીવના કે રાગના આશ્રયે ઊપજે એવું જીવનું ખરું સ્વરૂપ નથી. વળી ક્રમબધ્ધપરિણામ ન માને તો તેને પણ વસ્તુસ્વરૂપની ખબર નથી. “જીવતો જીવ’ તો પોતાની કમબધ્ધપર્યાયપણે ઉપજે છે, તેને બદલે અજીવ વગેરે નિમિત્તને લીધે જીવ ઊપજે એમ માને, અથવા તો જીવ નિમિત્ત થઈને અજીવને ઊપજાવે એમ માને, તો તેણે જીવના જીવતરને જાણ્યું નથી. જીવનું જીવતર તો આવું છે કે પરના કારણકાર્ય વગર જ પોતે પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે.
[ પર ] દષ્ટિ અનુસાર ક્રમબધ્ધપર્યાય થાય છે.
આત્મા જ્ઞાયકસ્વરૂપ....સમભાવી સૂર્ય છે, એવા સ્વભાવને જે જાણતો નથી ને સ્વછંદી થઈને મિથ્યાત્વની વિષમબુધ્ધિથી પણું માને છે–પરમાં આડું અવળું કરવા માંગે છે-તેણે ખરેખર જીવને માન્યો નથી, જ્ઞાયકસ્વરૂપ જીવતત્ત્વને તેણે જાણ્યું નથી. ર્તાપણું માનીને કયાંય પણ ફેરફાર કરવા ગયો ત્યાં પોતે જ્ઞાતાપણે ન રહ્યો, ને ક્રમબધ્ધપર્યાય શેયપણે છે તેને પણ ન માની; એટલે અક્તસાક્ષીસ્વરૂપ જ્ઞાયક જીવતત્ત્વ તેની દષ્ટિમાં ન રહ્યું. જ્ઞાયકસ્વભાવ ઉપર જેની દષ્ટિ છે તે જ્ઞાતા છે-અર્જા છે, અને નિર્મળ ક્રમબધ્ધપર્યાયપણે તે ઊપજે છે; જ્ઞાતાસ્વભાવ ઉપર જેની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com