________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧
નિમિત્તપણે કારક થઈને પોતાની ઇચ્છા પ્રમાણે પદાર્થોમાં ફેરફાર-આડું અવળું કરી શકે!'' એમ કોઈ કહે તો તે પણ સત્ય નથી. જ્ઞાયક હો કે કારક હો, પણ પદાર્થની ક્રમબદ્ધપર્યાયને ફેરવીને કોઈ આડી-અવળી કરતું નથી. દરેક દ્રવ્ય પોતે જ પોતાનું કારક થઈને ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે, નિમિત્તરૂપ બીજું દ્રવ્ય તે ખરેખર કારક નથી પણ અકારક છે, અકારકને કારક કહેવું તે ઉપચારમાત્ર છે; એ જ પ્રમાણે નિમિત્ત તે અર્જા છે, તે અર્જાને ર્તા કહેવો તે ઉપચાર છે-વ્યવહાર છે-અભૂતાર્થ છે.
[૪૯] શાયકના નિર્ણયમાં જ સર્વજ્ઞનો નિર્ણય.
ભગવાન સર્વના જ્ઞાયક છે-એવો નિર્ણય કોણે કર્યો? જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને પોતે જ્ઞાયક થયો ત્યારે જ ભગવાનના જ્ઞાયકપણાનો યથાર્થ નિર્ણય થયો.
[૫૦] પર્યાયમાં અનન્યપણું હોવાથી, પર્યાય પલટતાં દ્રવ્ય પણ પલટે છે, ઘંટીના
નીચલા પડની જેમ તે સર્વથા કૂટસ્થ નથી.
અહીં એમ કહ્યું કે ક્રમબદ્ધ પરિણામપણે દ્રવ્ય ઊપજે છે– રવિર્ય નું ઉપૂન મુહિં તે તેહિં નાણુ મU' દ્રવ્ય પોતાના જે ગુણોથી જે ક્રમબદ્ધ પરિણામપણે ઊપજે છે તેમાં તેને અનન્ય જાણ. એટલે, એકલી પર્યાય જ પલટે છે ને દ્રવ્ય-ગુણ તો ‘ઘંટીના નીચલા પડની જેમ' સર્વથા કૂટસ્થ જ રહે છે-એમ નથી. પર્યાય પલટતાં તે તે પર્યાયપણે દ્રવ્ય-ગુણ ઊપજે છે. પહેલા સમયની પર્યાયમાં જે દ્રવ્ય-ગુણ અનન્ય હતા તે બીજા સમયે પલટીને બીજા સમયની પર્યાયમાં અનન્ય છે. પહેલા સમયે પહેલી પર્યાયનો જે ક્ત હતો તે પલટીને બીજા સમયે બીજી પર્યાયનો ક્ત થયો છે. એ જ પ્રમાણે ર્તાની માફક કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન ને અધિકરણ એ બધા કારકોમાં સમયે સમયે પલટો થાય છે. પહેલા સમયે જેવું ર્તાપણું હતું તેવું જ ર્તાપણું બીજા સમયે તે રહ્યું નથી, પર્યાય બદલતાં ર્તાપણું વગેરે પણ બદલ્યું છે. ર્તા-કર્મ વગેરે છે કારકો જેવા સ્વરૂપે પહેલા સમયે હતા તેવા જ સ્વરૂપે બીજા સમયે નથી રહ્યા; પહેલા સમયે પહેલી પર્યાય સાથે તદ્રુપ થઈને તેનું ર્તાપણું હતું, ને બીજા સમયે બીજી પર્યાય સાથે તદ્રુપ થઈને તે બીજી પર્યાયનું ર્તાપણું થયું. આમ પર્યાય અપેક્ષાએ, નવી નવી પર્યાયો સાથે તદ્રુપ થતું-થતું આખું દ્રવ્ય સમયે સમયે પલટી રહ્યું છે; દ્રવ્ય અપેક્ષાએ ધ્રુવતા છે. આ જરાક સૂક્ષ્મ વાત છે.
પ્રવચનસારની ૯૩ મી ગાથામાં પણ કહ્યું છે કે “તેડુિં પુણો પૂMાયા...' એટલે દ્રવ્ય તથા ગુણોથી પર્યાયો થાય છે. દ્રવ્ય પરિણમતાં તેના અનંત ગુણો પણ ક્રમબદ્ધપર્યાયપણે ભેગા જ પરિણમી જાય છે. પર્યાયમાં અનન્યપણે દ્રવ્ય ઊપજે છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com