________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૬] રાગની રુચિવાળો ક્રમબદ્ધપર્યાય સમજ્યો નથી.
પ્રશ્ન:-આપ કહો છો કે ક્રમબદ્ધપર્યાય થાય છે, તો પછી ક્રમબદ્ધપર્યાયમાં રાગ પણ થવાનો હોય તે થાય !
ઉત્તર:-ભાઈ! તારી રુચિ કયાં અટકી છે? તને જ્ઞાનની રુચિ છે કે રાગની? જેને જ્ઞાનસ્વભાવની રુચિ અને દૃષ્ટિ થઈ છે તે તો પછી અસ્થિરતાના અલ્પ રાગનો પણ જ્ઞાતા જ છે. અને “રાગ થવાનો હતો તે થયો' એમ કહીને જે રાગની રુચિ છોડતો નથી–તે તો સ્વછંદી મિથ્યાદષ્ટિ છે. આ ક્રમબદ્ધપર્યાયનું સ્વરૂપ સમજે એની તો દષ્ટિ પલટી જાય.
[૧૭] ઊંધો પ્રશ્ન-નિમિત્ત ન આવે તો....?'
આવું નિમિત્ત આવે તો આમ થાય, ને નિમિત્ત ન આવે તો ન થાય'-આમ જેને નિમિત્તાધીન દષ્ટિ છે તેને ક્રમબદ્ધપર્યાયની ખરી પ્રતીત નથી. “કમબદ્ધ-પર્યાય થવાની હોય પણ નિમિત્ત ન આવે તો !'—એ પ્રશ્ન જ ઊંધો છે. ક્રમબદ્ધ-પર્યાયમાં જે સમયે જે નિમિત છે–તે પણ નિશ્ચિત્ત જ છે; નિમિત્ત ન હોય એમ બનતું જ નથી.
[૧૮] બે નવી વાત !-સમજે તેનું કલ્યાણ.
એક નિયમસારની “શુદ્ધ કારણપર્યાય ની વાત, ને બીજી આ “કમબદ્ધપર્યાય 'ની વાત, એ બે વાત સોનગઢથી નવી કાઢી-એમ કેટલાક કહે છે; લોકોમાં અત્યારે આ વાત ચાલતી નથી તેથી નવી લાગે છે. શુદ્ધ કારણપર્યાયની વાત સૂક્ષ્મ છે, ને બીજી આ ક્રમબદ્ધપર્યાયની વાત સૂક્ષ્મ છે, –આ વાત જેને બેસે તેનું કલ્યાણ થઈ જાય ! આ એક ક્રમબદ્ધપર્યાયની વાત બરાબર સમજે તો તેમાં નિશ્ચયવ્યવહારના ને ઉપાદાન-નિમિત્તના વગેરે બધાય ખુલાસા આવી જાય છે; વસ્તુની પર્યાય ક્રમબદ્ધ ને હું તેનો જ્ઞાયક-એ સમજતાં બધા સમાધાન થઈ જાય છે. ભગવાન! તારા જ્ઞાયકસ્વભાવને ભૂલીને તું પરનું કરવાની માન્યતામાં રોકાઈ ગયો? પરમાં તારી પ્રભુતા કે પુરુષાર્થ નથી, આ જ્ઞાયક ભાવમાં જ તારી પ્રભુતા છે. તારો પ્રભુ તારા જ્ઞાયકમંદિરમાં બિરાજમાન છે તેની સન્મુખ થા, ને તેની પ્રતીત કર.
[૧૯] આત્મા અનાદિથી જ્ઞાયકભાવપણે જ રહ્યો છે.
જગતમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના દરેક જીવ, તેમજ સિદ્ધ અને અનંતાનંત પરમાણુઓમાં દરેક પરમાણુ, તે બધાય ક્રમબદ્ધપણે પરિણમી જ રહ્યા છે, હું તેમનું શું ફેરવું? હું તો જ્ઞાયક છું-આવો નિર્ણય કરે તેને સમ્યગ્દર્શન થઈ જાય. આત્માનો જ્ઞાનસ્વભાવ છે તે અનાદિ-અનંત જાણવાનું જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com