________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનંતાનુબંધી કષાયનો નાશ થઈ જાય; તેને સ્વછંદતા ન થાય પણ સ્વતંત્રતા થાય. [ ૧૩] જ્ઞાનસ્વભાવનો પુરુષાર્થ, અને તેમાં એક સાથે પાંચ સમવાય.
અજ્ઞાનીઓ કહે છે કે ““આ ક્રમબદ્ધપર્યાય માનો તો પુરુષાર્થ ઊડી જાય છે.'' – પણ એમ નથી. આ ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરતાં ક્નબુદ્ધિનું ખોટું અભિમાન ઊડી જાય છે ને જ્ઞાયકપણાનો સાચો પુરુષાર્થ થાય છે. જ્ઞાનસ્વભાવનો પુરુષાર્થ ન કરે તેને ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય પણ સાચો નથી. જ્ઞાનસ્વભાવના પુરુષાર્થ વડે ક્રમબદ્ધ-પર્યાયનો નિર્ણય કરીને પર્યાય સ્વસમ્મુખ થઈ ત્યાં એક સમયમાં તે પર્યાયમાં પાંચ સમવાય આવી જાય છે. નાટકસમયસારમાં પં. બનારસીદાસજી પણ કહે છે કે
टेक डारि एकमैं अनेक खोजै सौ सुबुद्धि ,
खोजी जीवे वादी मरै सांची कहवति है।। ४५ ।।
-दुराग्रह छोड़कर एकमें अनेक धर्मं ढूंढना सम्यग्ज्ञान है। इसलिये संसार में जो कहावत है कि 'खोजी पावे वादी मरे' सो सत्य है।।
પુરુષાર્થ, સ્વભાવ, કાળ, નિયત અને કર્મનો અભાવ એ પાંચ સમવાય એક સમયની પર્યાયમાં આવી જાય છે.
[૧૪] કાર્તિકી-અનુપ્રેક્ષા અને ગોમટ્ટસારના કથનની સંધિ.
સ્વામી કાર્તિકીઅનુપ્રેક્ષામાં ગા. ૩૨૧-૨૨-૨૩માં સ્પષ્ટ કહ્યું છે કે જે સમયે જેમ થવાનું સર્વજ્ઞદેવે જોયું છે તે સમયે તેમ જ થવાનું, તેને ફેરવવા કોઈ સમર્થ નથી.-જે આવું શ્રદ્ધાન કરે છે તે શુદ્ધ સમ્યગ્દષ્ટિ છે, ને તેમાં જે શંકા કરે છે તે પ્રગટપણે મિથ્યાદષ્ટિ છે, તેને સર્વજ્ઞની શ્રદ્ધા નથી.
જે જીવ જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા કરતો નથી, ને ક્રમબદ્ધપર્યાયનું ફક્ત નામ લઈને સ્વછંદથી વિષય કષાયને પોષે છે તેને ગોમટ્ટસારમાં ગૃહીત મિથ્યાદષ્ટિ ગણ્યો છે; પરંતુ જ્ઞાનસ્વભાવની પ્રતીત કરીને જે જીવ ક્રમબદ્ધપર્યાયને માને છે તે જીવને કાંઈ ત્યાં મિથ્યાષ્ટિ નથી કહ્યો.
[૧૫] એકવાર..આ વાત તો સાંભળ!
અહો, આત્માનો જ્ઞાનસ્વભાવ જેમાં ભવ નથી, તેનો જેણે નિર્ણય કર્યો તે ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા થયો, તેને ભેદજ્ઞાન થયું, તેણે કેવળીને ખરેખર માન્યા. પ્રભુ! આવું જ વસ્તુસ્વરૂપ છે ને આવો જ તારો જ્ઞાનસ્વભાવ છે; એકવાર આગ્રહ છોડીને, તારી પાત્રતા ને સજ્જનતા લાવીને આ વાત તો સાંભળ !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com