________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧)
કાર્ય કરે છે. આત્મા તો અનાદિનો જ્ઞાયકભાવ પણે જ રહ્યો છે, પણ અજ્ઞાનીને મોહ વડે તે અન્યથા અધ્યવસિત થયો છે, એ વાત પ્રવચનસારની ૨૦૦ મી ગાથામાં કરી છે. આત્મા તો જ્ઞાયક હોવા છતાં અજ્ઞાની તેની પ્રતીત નથી કરતો, ને “હું પરનો ર્જા” એમ મોહ વડ અન્યથા માને છે.
[૨૦] કંથચિત્ ક્રમ-અક્રમપણું કઈ રીતે છે?
કોઈ એમ કહે છે કે જીવની પર્યાયમાં કેટલીક ક્રમબદ્ધ છે ને કેટલીક અક્રમરૂપ છે; તેમજ શરીરાદિ અજીવની પર્યાયમાં પણ કેટલીક ક્રમબદ્ધ છે ને કેટલીક અક્રમરૂપ છે.'-તે બધી વાત વસ્તુના દ્રવ્ય-ગુણ-પર્યાયથી વિપરીત છે, જ્ઞાનસ્વભાવથી વિપરીત છે અને કેવળીથી પણ તે વિપરીત છે. વસ્તુમાં એવું ક્રમ-અક્રમપણું નથી, પરંતુ પર્યાય અપેક્ષાએ ક્રમબદ્ધપણું; ને ગુણો સહવર્તી છે તે અપેક્ષાએ અક્રમપણું –એ રીતે વસ્તુ ક્રમ-અક્રમસ્વરૂપ
છે.
[૨૧] કેવળીને માને તે કુદેવને ન માને.
કોઈ એમ કહેતું હતું કે “કેવળીએ જેમ દીઠું તેમ થયું છે, માટે જે વાડો (-સંપ્રદાય) મળ્યો અને જેવા ગુરુ મળ્યા (–તે ભલે ખોટા હોય તો પણ) તેમાં ફેરફાર કરવાની ઉતાવળ ન કરવી, કેમકે કુદરતના નિયમમાં એમ આવ્યું છે માટે તે બદલવું નહીં.”
-પણ ભાઈ તને કેવળજ્ઞાન બેઠું છે? અને કુદરતનો નિયમ એટલે વસ્તુ-સ્વરૂપ તને બેઠું છે? જેની પ્રતીતમાં કેવળજ્ઞાન બેઠું અને વસ્તુ સ્વરૂપ સમજાયું તેના અંતરમાં ગૃહીતમિથ્યાત્વ રહે જ નહિ, કુધર્મને કે કુગુરુને માને એવો ક્રમ તેને હોય જ નહિ. માટે સમકીતિ જીવ કુધર્મ-કુગુરુનો ત્યાગ કરે તેથી કાંઈ તેને પર્યાયનું ક્રમબદ્ધપણું તૂટી જાય છેએમ નથી. સવળા પુરુષાર્થમાં નિર્મળ ક્રમબદ્ધ પર્યાય થાય છે.
[૨૨] જ્ઞાયકસ્વભાવ.
જે દ્રવ્ય જે ગુણોથી ઊપજે-એટલે કે જે પર્યાયપણે પરિણમે તેની સાથે તે તન્મય છે. અહો ! દ્રવ્ય પોતે તે પર્યાય સાથે તન્મય થઈને પરિણમ્યું છે, ત્યાં બીજો તેને શું કરે? આત્મા તો પરમ પારિણામિક સ્વભાવરૂપ જ્ઞાયક છે, જ્ઞાયક-ભાવપણે રહેવું એ જ તેનો સ્વભાવ છે. આવા સ્વભાવનો નિર્ણય કર્યો ત્યાં સ્વભાવ તરફના પુરુષાર્થથી શુદ્ધપર્યાય થતી જાય છે.
[ ૨૩] “ક્રમબદ્ધ ન માને તે કેવળીને નથી માનતો.''
“બસ! જેવું નિમિત્ત આવે તેવી પર્યાય થાય, અમે ક્રમબદ્ધને માનતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com