________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્ણય કરાવવા માંગીએ છીએ, અને આત્મા પરનો અર્તા છે એ બતાવવા માંગીએ છીએ. જો તારા જ્ઞાયક સ્વભાવનો નિર્ણય ન કર તો તું ક્રમબદ્ધપર્યાયને સમજ્યો જ નથી.
જીવ ને અજીવ બધા પદાર્થોની ત્રણેકાળની પર્યાયો ક્રમબદ્ધ છે, –તે બધાને જાણું કોણે?-સર્વજ્ઞદવે.
“સર્વજ્ઞદેવે આમ જાણું” એમ સર્વજ્ઞતાનો નિર્ણય કોણે કર્યો?-પોતાની જ્ઞાનપર્યાયે.
- વર્તમાન જ્ઞાનપર્યાય અલ્પજ્ઞ હોવા છતાં તેણે સર્વજ્ઞતાનો નિર્ણય કોની સામે જોઈને કર્યો? જ્ઞાનસ્વભાવની સામે જોઈને તે નિર્ણય કર્યો છે.
આ રીતે જે જીવ પોતાના જ્ઞાયકસ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ કરે છે તેને જ ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય થાય છે, અને તે જીવ પરનો ને રાગનો અક્ત થઈને જ્ઞાયકભાવનો જ ક્ત થાય છે. આવા જીવને જ્ઞાનસ્વભાવના નિર્ણયમાં પુરુષાર્થ, સ્વકાળ વગેરે પાંચ સમવાય એક સાથે આવી જાય છે.
[૬] આમાં જ્ઞાયકસ્વભાવનો પુરુષાર્થ છે તેથી આ નિયતવાદ નથી.
પ્રશ્ન:-ગોમટ્ટસારમાં તો નિયતવાદીને મિથ્યાદષ્ટિ કહ્યો છે ને?
ઉત્તરઃ-ગોમટ્ટસારમાં જે નિયતવાદ કહ્યો છે તે તો સ્વછંદીનો છે; જે જીવ સર્વજ્ઞને માનતો નથી, જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરતો નથી, અંતરમાં વળીને સમાધાન કર્યું નથી, વિપરીત ભાવોના ઉછાળા ઓછા પણ કર્યા નથી, ને “જેમ થવાનું હશે તેમ થશે” એમ કહીને માત્ર સ્વછંદી થાય છે અને મિથ્યાત્વને પોષે છે એવા જીવને ગોમટ્ટસારમાં ગૃહીત મિથ્યાષ્ટિ કહ્યો છે. પરંતુ જ્ઞાનસ્વભાવના નિર્ણયપૂર્વક જો આ ક્રમબદ્ધ-પર્યાયને સમજે તો જ્ઞાયકસ્વભાવ તરફના પુરુષાર્થ વડે મિથ્યાત્વ ને સ્વછંદ છૂટી જાય.
[૭] ભયનું સ્થાન નહિ પણ ભયના નાશનું કારણ.
પ્રશ્ન-ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરવા જતાં કયાંક સ્વછંદી થઈ જવાશે એવો ભય છે, માટે એવા ભયસ્થાનમાં શા માટે જવું?
ઉત્તર:-અરે ભાઈ ! ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરવો એટલે તારા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવો, તે કાંઈ ભયનું કારણ નથી, તે તો સ્વછંદના નાશનું ને નિર્ભયતા થવાનું કારણ છે. જ્ઞાનસ્વભાવની પ્રતીત વગર, હું પરને ફેરવી દઉં-એવી íબુદ્ધિથી સ્વછંદી થઈ રહ્યો છે, તેને બદલે, પદાર્થોની પર્યાય તેના પોતાથી જ ક્રમબદ્ધ થાય છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com