________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
એવો જ જ્ઞાનસ્વભાવી છે. જગતના બધાય પદાર્થો ક્રમબદ્ધપર્યાયપણે પરિણમે છે, પદાર્થના ત્રણકાળની પર્યાયનો ક્રમ નિશ્ચિત છે; સર્વજ્ઞદેવે ત્રણકાળ ત્રણલોકની પર્યાયો જાણી છે. સર્વજ્ઞ જાણું તે ફરે નહિ.-છતાં સર્વજ્ઞદવે જાણ્યું માટે તેવી અવસ્થા થાય છે-એમ પણ નથી. સર્વજ્ઞભગવાન તો જ્ઞાયકપ્રમાણ છે, તે કાંઈ પદાર્થોના કારક નથી; કારક રૂપે તો પદાર્થ પોતે જ છે, દરેક પદાર્થ પોતે જ પોતાના છ કારકરૂપે થઈને પરિણમે છે.
[૪] ક્રમબદ્ધપર્યાયના ભણકાર
આચાર્યદેવ પહેલેથી જ ક્રમબદ્ધપર્યાયના ભણકાર મૂક્તા આવ્યા છે
જીવ પદાર્થ કેવો છે તેનું વર્ણન કરતાં બીજી ગાથામાં કહ્યું હતું કે “ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી જેણે ગુણ-પર્યાયો અંગીકાર કર્યા છે.'' પર્યાય ક્રમવર્તી હોય છે અને ગુણ સહવર્તી હોય છે. એમ કહીને ત્યાં જીવની ક્રમબદ્ધપર્યાયની વાત બતાવી દીધી છે.
ત્યાર પછી ૬રમી ગાથામાં કહ્યું કે ““વર્ણાદિક ભાવો, અનુક્રમે આવિર્ભાવ અને તિરોભાવ પામતી એવી તે તે વ્યક્તિઓ (અર્થાત્ પર્યાયો) વડ પુદ્ગલ દ્રવ્યની સાથે રહેતા થકા, પુદગલનું વર્ણાદિ સાથે તાદામ્ય જાહેર કરે છે.'' અહીં અનુક્રમે આવિર્ભાવ અને તિરોભાવ” પામવાનું કહીને અજીવની કમબદ્ધપર્યાય બતાવી દીધી છે.
ક્નકર્મ અધિકારમાં પણ ગા. ૭૬-૭૭-૭૮માં પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યે એમ ત્રણ પ્રકારના કર્મની વાત કરીને ક્રમબદ્ધપર્યાયની વાત ગોઠવી દીધી છે. પ્રાપ્ય” એટલે, દ્રવ્યમાં જે સમયે જે પર્યાય નિયમિત છે તે ક્રમબદ્ધપર્યાયને તે સમયે તે દ્રવ્ય પ્રાપ્ત કરે છેપહોંચી વળે છે, તેથી તેને “પ્રાપ્ય કર્મ' કહેવાય છે.
[૫] જ્ઞાયક સ્વભાવ સમજે તો જ ક્રમબદ્ધપર્યાય સમજાય.
જુઓ, આમાં જ્ઞાયકસ્વભાવ તરફથી લેવાનું છે. જ્ઞાયક તરફથી ભે તો જ આ ક્રમબદ્ધપર્યાયની વાત યથાર્થ સમજાય તેવી છે. જે જીવ પાત્ર થઈને પોતાના આત્માને માટે સમજવા માંગતો હોય તેને આ વાત યથાર્થ સમજાય તેવી છે. બીજા ધીઠાઈવાળા જીવો તો આ સમજ્યા વિના ઊંધું લે છે ને જ્ઞાયકસ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ છોડીને ક્રમબદ્ધપર્યાયના નામે પોતાના સ્વછંદને પોષે છે. જેને જ્ઞાનની શ્રદ્ધા નથી, કેવળીની પ્રતીત નથી, અંતરમાં વૈરાગ્ય નથી, કષાયની મંદતા પણ નથી, સ્વછંદતા છૂટી નથી ને ક્રમબદ્ધપર્યાયનું નામ લ્ય છે–એવા ધીઠા-સ્વછંદી જીવની અહીં વાત નથી. આ ક્રમબદ્ધપર્યાય સમજે તેને સ્વછંદ રહે જ નહિ, તે તો જ્ઞાયક થઈ જાય. ભગવાન! ક્રમબદ્ધપર્યાય સમજાવીને અમે તો તને તારા જ્ઞાયક આત્માનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com